ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ઓર્થોપેડિક અને પ્લાસ્ટિક સર્જરી ક્ષેત્રના નિષ્ણાંતોના જોડાણથી દર્દીઓને ઘરઆંગણે મળશે આધુનિક સારવાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની પ્રતિષ્ઠિત અને અગ્રણી આરોગ્ય સંસ્થા શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા તેની મેડિકલ ટીમને વધુ મજબૂત બનાવતા ચાર ખ્યાતનામ નિષ્ણાંત તબીબોના જોડાણની જાહેરાત કરવામાં આવી છે. આ નવા નિષ્ણાંતોના જોડાણથી હોસ્પિટલ હવે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, લેપ્રોસ્કોપિક સર્જરી, સોલ્ડર અને સ્પોર્ટ્સ ઈન્જરી તેમજ પ્લાસ્ટિક સર્જરી જેવા જટિલ વિભાગોમાં ઉચ્ચ સ્તરની સારવાર પૂરી પાડવા સજ્જ બની છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને એક જ સ્થળે તમામ સુપર-સ્પેશિયાલિટી સેવાઓ મળી રહે તે હેતુથી આ મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
પેટ અને આંતરડાના રોગોના નિદાન માટે હોસ્પિટલમાં ડો. ચેતન મહેતા અને ડો. ગજેન્દ્ર ઓડેદરાની સેવાઓ ઉપલબ્ધ બની છે. ડો. ચેતન મહેતા 36 વર્ષના બહોળા અનુભવ સાથે લેપ્રોસ્કોપિ સર્જરી અને લિવર સંબંધિત રોગોમાં નિપુણતા ધરાવે છે. તેઓ મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે હાજર રહેશે. જ્યારે અમૃતા ઇન્સ્ટિટ્યૂટ કોચીથી તાલીમ મેળવનાર જી.આઈ. ફિઝિશિયન ડો. ગજેન્દ્ર ઓડેદરા 4000થી વધુ એન્ડોસ્કોપીનો અનુભવ ધરાવે છે. તેઓ મંગળવારથી શુક્રવાર દરમિયાન અલગ-અલગ સમયે ઓપીડી અને એન્ડોસ્કોપી માટે ઉપલબ્ધ રહેશે.
હાડકા અને સાંધાની તકલીફો માટે ઓર્થોપેડિક સર્જન ડો. વેદાંત શાહ હોસ્પિટલ સાથે જોડાયા છે. પોલેન્ડ અને અમેરિકાથી અદ્યતન તાલીમ મેળવનાર ડો. શાહ ખાસ કરીને ખંભાના દુખાવા, રોટેટર કફ ઈન્જરી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં નિષ્ણાંત છે. તેઓ મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે બપોરે 3 થી 5 વાગ્યા સુધી સેવા આપશે. આ ઉપરાંત, પ્લાસ્ટિક અને રિક્ધસ્ટ્રક્ટિવ સર્જરી વિભાગમાં ડો. અંકુર ડી. મોદીની સેવાઓ શરૂ કરવામાં આવી છે. તેઓ અકસ્માત બાદની સર્જરી, બર્ન્સ અને એસ્થેટિક સર્જરીમાં વિશાળ અનુભવ ધરાવે છે અને દર શનિવારે સવારે ઉપલબ્ધ રહેશે. આધુનિક સાધનો અને આ અનુભવી તબીબોના સંગમથી પંચનાથ હોસ્પિટલ હવે દર્દીઓ માટે વધુ વિશ્વસનીય બની છે.



