સંચાલક અલ્પેશ દોંગાએ અમરેલી, વાંકાનેર અને રાજકોટના 60થી વધું લોકોને શીશામાં ઉતાર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની મનીપલ્સ સહકારી મંડળીનું 11.09 કરોડનું તોતિંગ કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મંડળીના સંચાલક અલ્પેશ દોંગાએ અમરેલી, વાંકાનેર અને રાજકોટના 60થી વધુ લોકો પાસેને સારા વળતરની લાલચ આપી રૂપીયા ઉઘરાવી શરૂઆતમાં વ્યાજ આપી બાદમાં હાથ ઊંચા કરી ઠગાઈ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવ અંગે રાજકોટમાં કરણસિંહજી હાઈસ્કૂલની પાછળ આશાપુરા રોડ પર રહેતાં રશ્મિનભાઈ ચુનીલાલ પરમાર ઉ.57એ નાના મવા મેઈન રોડ પર રહેતા અલ્પેશ ગોપાલદાસ ડોંગા સામે તાલુકા પોલીસમાં છેતરપીંડી સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે આશાપુરા મેઇન રોડ ઉપર રંગુન કલોથ સ્ટોર નામથી કાપડની દુકાન ચલાવી વેપાર કરે છે આઠેક વર્ષ પહેલા મનસુખભાઇ કરમણભાઇ ગોરસંદીયા જેઓ સ્વામિનારાયણ સત્સંગી હોય અને તેઓ અવાર નવાર સત્સંગમાં ભેગા થતા હોય ત્યારે અલ્પેશભાઇ દોંગા અને તેની શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી વિશે વાત કરેલ હતી. તેઓ મનસુખભાઈ ગોરસંદીયા સાથે અલ્પેશભાઇ દોંગા પાસે શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળીની નાના મવા મેઈન રોડ પર સંભવ કોમલેક્સમાં આવેલ ત્યાં ગયેલ અને અલ્પેશ દોંગાએ શ્રી મની પ્લસ શરાફી મંડળી વિશે વાત કરેલ અને જણાવેલ કે, અમારી સહકારી મંડળી ગુજરાત સહકારી અધિનિયમ હેઠળ નોંધાયેલ છે અને તમે અમારી સહકારી મંડળીમાં એફ.ડી. કરાવશો તો તમને વર્ષના 12 ટકા લેખે વળતર મળશે અને છ વર્ષમાં તમારી મુડી પરત મળી જશે અને જો વહેલા એફ.ડી. ઉપાડવી હોય તો એક મહિના અગાઉ જાણ કરશો એટલે તમને તમારા રૂપિયા પરત મળી જશે જેથી અલ્પેશભાઇની વાત પર વિશ્વાસ મુકી પ્રથમ ફરિયાદીએ તેમના ભાભી કિશોરીબેન પરમાર કે જેઓ વિધવા હોય અને તેમના પતિના અવસાન બાદ વિમાની રકમ આવેલ હોય તે રકમ ભાભીનો ઘર ખર્ચ નીકળે અને રૂપીયા સેફ રહે તે માટે મંડળીમાં તા.29/12/2018 ના 14 લાખ મુકેલ હતા. તે એફ.ડી. કરેલ રકમની રેગ્યુલર મહિને મહિને એક ટકા લેખે વ્યાજ રોકડામાં મળવા લાગેલ અને પાંચ વર્ષ સુધી એક મહિના ચુક્યા વગર રેગ્યુલર વળતર મળતું હતું આરોપી અલ્પેશ દોંગા અલગ અલગ જગ્યાએ મીટીંગો કરી ન્યુઝ પેપરમાં એડવર્ટાઈઝ આપતા હોય અને સગાવ્હાલા તેમજ મિત્ર સર્કલમાં પણ આ બાબતે ચર્ચા થતી હતી. તેઓ જયારે અલ્પેશ દોંગાને મળતા ત્યારે પણ અવાર નવાર સમજાવતા અને પ્રલોભનો આપતા કે તમે તમારા સગા વહાલા અને મિત્ર સર્કલમાં પણ વાત કરો કે અમારી સહકારી મંડળીમાં રોકાણ કરે બધાને સોનાના નળીયા વાળા કરી દેવા છે જરૂર પડે તો બેંકમાંથી લોન લઇને પણ અમારી મંડળીમાં મુકશો તો પણ તમને નફો જ રહેવાનો છે ફરીયાદી અલ્પેશ દોંગાના વિશ્વાસમાં આવી ગયેલ અને તેમના રહેણાક મકાન ઉપર બેંકમાંથી રૂ. 40 લાખની લોન લઈ તેઓના નામથી મંડળીમાં તા.20/11/2021 ના રૂ.21 લાખ તેમજ તા.23/11/2021 ના થી રૂ. 12 લાખ અને તા.01/12/2021 ના રૂ.7 લાખ, તા.30/11/2022 ના રૂ.3 લાખની એફ.ડી. કરેલ હતી. જેનુ મહિનાના એક ટકા લેખે મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં વળતર જમા થઈ જતુ હતુ તે વળતર ડિસેમ્બર 2023 સુધી રેગ્યુલર જમા થયેલ હતું. ત્યાર બાદ કોઇ વળતર જમા થયેલ નથી કે અમારી મુળ રકમ પણ પરત થયેલ નથી આ દરમ્યાન તેઓએ પત્ની બીનાબેન પરમારના નામે તા.30/11/2022 ના રૂ.3 લાખની એફડી. કરેલ હતી. જેનુ મહિનાના વર્ષ 2023 સુધી વળતર આપવામાં આવેલ ત્યાર બાદ વળતર આપવાનું બંધ થઇ ગયેલ હતું મંડળીમાં તેઓ તેમજ પત્ની અને ભાભી કિશોરીબેન પરમારના નામે એફ.ડી. કરવામાં આવેલ રકમનું વર્ષ 2023 સુધી રેગ્યુલર વળતર મળતુ હોય અને બજારમાં અલ્પેશ દોંગાએ મંડળીની એડવર્ટાઇઝ બહુ જ કરેલ હોય જેથી માણસો તેમની મંડળીમાં રોકાણ કરવા લાગેલ હતા. શરૂઆતમાં રેગ્યુલર વળતર મળેલ પરંતુ ઓકટોબર 2023 થી બધાને વળતર મળતુ બંધ થઇ ગયેલ હતુ અને જમા કરાવેલ ડીપોઝીટ પરત માંગતા તે પણ આજ સુધી મળેલ ન હતી કુલ 60 થી વધું લોકો પાસેથી કુલ 11,08,98000ની છેતરપીંડી આચરી હોય બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીઆઈ ધવલ હરિપરાએ તપાસનો ધમધમાટ આદર્યો છે.
અલ્પેશ દોંગાની જાળમાં ફસાઈને મરણ મૂડી ગુમાવનાર લોકો
નટુભાઈ વિઠ્ઠલભાઈ પરમાર : 23.50 લાખ,
દર્શનભાઈ નટુભાઈ પરમાર : 11.50 લાખ,
દિપકભાઈ રાજેન્દ્રભાઈ પરમાર : 10 લાખ
કાંન્તીભાઈ મગનભાઈ દેસાઈ : 17 લાખ
સોનલબેન કાંન્તીભાઇ દેશાઈ : 17 લાખ
જયંતીભાઈ ભગવાનજીભાઈ : 7 લાખ
હિતેષભાઈ જયન્તીભાઈ અઢીયા 5 લાખ
મનીષભાઈ ઘનશ્યામભાઇ દલ : 8 લાખ
રેખાબેન મનીષભાઇ દલ : 2 લાખ
શૈલેષભાઇ ચંદુભાઈ ટાંક : 29.50 લાખ
જાગૃતિબેન શૈલેષભાઇ ટાંક : 4 લાખ
ચંદુલાલ તુલશીદાશ ટાંક : 2.50 લાખ
ગીરીશભાઈ વિઠલભાઈ મારૂ : 2 લાખ
હરેશભાઇ કાનજીભાઈ સોલંકી : 20 લાખ