હું આપવા આવ્યો છું અને આપીને જ જઈશ: CMનું ચેમ્બરને વચન
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો. 67 વર્ષની વેપારી મંડળની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાંકેતિક ભાષામાં બે સૂચક નિવેદનો આપ્યા હતા.
- Advertisement -
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘હું અહી તમને આપવા જ આવ્યો છું અને આપીને જ જઈશ’ જેનો સીધો અર્થ ચેમ્બરની માંગણીઓ પર ટૂંક સમયમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવો થાય છે. બીજું વિધાન એવું હતું કે, ’ તમને શું જોઈએ છે એ હું જાણું છું, અમને શું જોઈએ છે એ તમને ખબર છે, તમારી પરંપરા નિભાવવા ફરીવાર આવી શકીએ તેના માટે તૈયારીઓ આરંભી દેજો’ આ વિધાનને ચૂંટણી સંદર્ભમાં સ્પષ્ટ મૂલવી શકાય છે. જે રીતે વરસાદના વિઘ્ન વચ્ચે પણ મુખ્યમંત્રીએ હાજરી આપવાનું વચન પાળ્યું હતું. જે રીતે મુખ્યમંત્રીએ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં સૂચક નિવેદનો આપ્યા હતા તેના આધારે ચેમ્બરના હોદેદારોને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ચુંટણી પૂર્વે ચેમ્બર દ્વારા કરાયેલી 11 માંગણીઓ પૈકી અનેક માંગણી સ્વીકારી તુરંત જ અમલવારી માટે આદેશો છૂટશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં પધારેલા મેઘરાજાના વધામણા કરી સહર્ષ જણાવ્યુ હતું કે, આપણી ખેતી અને ઉધોગો માટે સારો વરસાદ હોવો ખૂબ જરૂરી છે. જે અર્થતંત્રને મજબૂત બનાવે છે. નરેન્દ્રભાઈએ સૌની યોજના અમલી બનાવી સૌરાષ્ટ્રના પાણીનું નિરાકરણ લાવ્યું છે.