KBJ ટેનીસ એકેડમીના ઇશિતા અને નેહાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાજકોટનું નામ રોશન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં રાજકોટની વુમન્સ ડબલ્સની ટીમે સિલ્વર મેડલ મેળવ્યો છે. જેમાં ઇશિતા બિપીનચંદ્ર ઘુટલા અને નેહા અજયભાઇ રીબડીયાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને ગુજરાત કક્ષાએ રાજકોટ તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. બંને ખેલાડીઓ રાજકોટની ઊંઇઉં ટેનીસ એકેડમીના છે, જેના કોચ ડો. કુલદીપ બી. જોશી છે. જેમના સત્તત માર્ગદર્શનથી પ્રથમવાર રાજકોટની ટિમ વુમન્સ ડબલમાં રાજ્ય કક્ષાએ પહોંચી એટલું જ નહિ વિજેતા પણ બની. ઇશિતા ઘુટલા ઊંઇઉં ટેનીસ એકેડમીમાં છેલ્લા 3 વર્ષથી કોચિંગ પણ આપી રહી છે. ડો. કુલદીપ બી. જોશીએ પણ ખેલ મહાકુંભ 3.0માં 40 વર્ષથી વધુ મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.



