પાટીલની જાહેરાત ખાસ-ખબર સંવાદદાતા રાજકોટમાં 35 વર્ષથી હાઇકોર્ટની બેચ ફાળવવા માંગણીઓ થઈ રહી છે. ત્યારે આજે રાજકોટ ખાતે યોજાયેલા ભાજપ લીગલ સેલના વકીલોના મહાસંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટનો જરૂરથી હાઇકોર્ટની બેચ મળશે તેવી જાહેરાત કરતા જ વકીલોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં સહુ સહભાગી બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના દરેક લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા જોડવાની કરેલી અપીલના ભાગરૂપે આજે રાજકોટમાં પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક જે.જે. પટેલના નેતૃત્વમાં સહ સંયોજક અનિલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપ સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર – કચ્છના વકીલોનું મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના શહેરો, તાલુકાઓમાંથી વિશાળ સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી. * સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોના મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખે સંબોધનમાં કહ્યું કે, આ ચૂંટણી બાદ હાઇકોર્ટની બેચ સુરત અને રાજકોટને મળે તે માટે ઝુંબેશ શરૂ કરીશું આ કાર્યક્રમમાંમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ ગુજરાત સરકારના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પાટીલે જણાવ્યું કે, રાજકોટના વકીલોની હાઇકોર્ટેની બેચ અંગે લાંબા સમયથી માંગણી છે. રાજકોટનો જરૂરથી હાઇકોર્ટની બેચ મળશે. આ ચૂંટણી બાદ ઝુંબેશના રૂપમાં સુરત અને રાજકોટનો હાઇકોર્ટની બેચ મળે તે માટે કામગીરી થશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 50 વર્ષ થી વિશેષ સમયથી વકીલાતના વ્યવસાયમાં કાર્યરત એવા 20થી વધુ સિનિયર વકીલમીત્રોના સન્માન નો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો જેમાં કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળા, જસદણના એડવોકેટ જગદીશભાઈ આચાર્ય, ગોંડલના કે.સી.શેઠ, સહીતના સૌનું સ્ટેજ ઉપરથી નીચે ઉતરી અને મહાનુભાવો જયા બેઠા હતા ત્યાં સ્થળ ઉપર જઈ ને શાલ ઓઢાડીને તેઓને સન્માનીત કર્યા હતા.
રાજકોટને જરૂરથી હાઇકોર્ટની બેંચ મળશે
Follow US
Find US on Social Medias