સમર શેડ્યુલમાં ઉડાન ભરનારી ફ્લાઇટસનું સંભવિત શેડ્યુલ જાહેર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર શેડ્યુલમાં ઉડાન ભરનારી ફ્લાઇટ્સનું સંભવિત શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉનાળાની સિઝનમાં પણ હાલની જેમ જ દરરોજ 9 સહિત 11 ફ્લાઈટ ઉડાન ભરશે. પરંતુ તેમાં દિલ્હીની સવારની નવી ફ્લાઈટની ભેટ રાજકોટવાસીઓને મળશે તો ઈન્દોરની ફ્લાઈટ બંધ થઈ જશે. ઈન્ડિગો દ્વારા આ ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે સ્થિત હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ દરરોજ 9 સહિત 11 ફ્લાઈટ ઉડાન ભરે છે. જેમાં મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર અને ઈન્દોરની ફ્લાઇટ દૈનિક ઉડાન ભરે છે. જ્યારે ગોવાની ફ્લાઇટ મંગળ, ગુરૂ અને શનિવારે ઉડાન ભરી રહી છે તો પૂણેની ફ્લાઈટ મંગળ, ગુરુ અને રવિવાર એમ 3 દિવસ જ રાજકોટથી ઉપડે છે.
દરમિયાન હાલ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો દ્વારા ઉનાળાની સિઝનમાં ઉડનારી ફ્લાઈટ્સનું સંભવિત શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માત્ર 1 જ ફ્લાઈટનો ફેરફાર દેખાય રહ્યો છે. દિલ્હીની સવારની ફ્લાઈટ નવી મળશે તો ઇન્દોરની ફ્લાઈટ સમર સિઝનમાં બંધ થશે.
- Advertisement -
રાજકોટ એરપોર્ટ પરથી હાલ ઉપડતી ફ્લાઈટસનું શેડ્યુલ
દિલ્હી 8:20 દૈનિક
મુંબઈ 8:55 દૈનિક
મુંબઈ 9:05 દૈનિક
મુંબઈ 12:20 દૈનિક
ગોવા 12:45 મંગળ, ગુરૂ, શનિ
બેંગ્લોર 15:05 દૈનિક
પૂણે 16:00 મંગળ, ગુરુ, રવિ
મુંબઈ 18:05 દૈનિક
દિલ્હી 18:05 દૈનિક
મુંબઈ 19:35 દૈનિક
દિલ્હી 20:00 દૈનિક