રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જેના અનુસંધાને વોર્ડ નં. ૦૪માં ફીલ્ડ માર્શલ વાડી પાસે જય જવાન, જય કિશાન સોસાયટીની બાજુમાં આવેલ ૨૫ ચો.મી. ૫૪/૩માં રૂ. ૧.૯૩ લાખના ખર્ચે ડ્રેનેજ પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, વોર્ડ નં.૪ ના કોર્પોરેટરો પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, કંકુબેન કાનાભાઈ ઉધરેજા અને નયનાબેન પીઠડીયા તેમજ વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા અને દિનેશભાઈ ચૌહાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રવિભાઈ ગોહેલ, વોર્ડના ઉપપ્રમુખ દિવ્યેશ રામાણી, મનસુખભાઈ લીંબાસીયા, રસિકભાઈ પટેલ, હરેશભાઈ લુણાગરીયા, ઠાકરશીભાઈ અકબરી, કાનાભાઈ ડંડેયા, ચંદુભાઈ ભંડેરી, ભરતભાઈ લીંબાસીયા, નીતિનભાઈ ડાભી, સંજયભાઈ રાઠોડ, હિતેશભાઈ મઢિયા, ઘનશ્યામભાઈ વાંક, વિઠ્ઠલભાઈ ઢાકેચા, તેમજ સ્થાનિક આગેવાન અજીતસિંહ પરમાર, બચુભા જાડેજા, નારણભાઈ રબારી, શંકરભાઈ સોલંકી, તથા મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન, રાજેશ્રીબેન માલવિયા, પ્રકાશબા પરમાર, રેખાબેન જાડેજા, દક્ષાબેન પરમાર, તેમજ રામભાઈ બિહારી, મોન્ટુભાઈ વિસરીયા, જેન્તીભાઈ ધાધલ તથા તમામ આગેવાનો સહીત વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


