રાજ્યમાં ફાયર વિભાગના ઓવરઓલ માળખાં અંગે અસ્પષ્ટતા, હાઇકોર્ટે ખુલાસો માગ્યો
ફાયર વિભાગને સશક્ત બનાવો, નાગરિકોને ફાયર સેફ્ટીની તાલીમ આપો
- Advertisement -
ફાયર વિભાગમાં દરેક પોસ્ટમાં કેટલી ભરતી થઈ છે. દોઢ વર્ષમાં શું પ્રગતિ થઈ છે..? : હાઇકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજયમાં ફાયર વિભાગના ઓવરઓલ માળખા અને જવાબદારીને લઈ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે આજે રાજય સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી હતી. ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેંચે સરકાર તરફથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને શ્રેય હોસ્પિટલની આગ દુર્ઘટનાને લઈ ફાયર સેફ્ટી મુદ્દે હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન રજૂ કરાયેલા જવાબ પરત્વે અસંતોષ વ્યકત કર્યો હતો. હાઈકોર્ટે રાજયમાં ફાયર વિભાગના સશકિતકરણ અને સામાન્ય માણસને ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવાની જરૃરિયાત પર ભાર મૂકયો હતો.
હાઇકોર્ટે સરકારપક્ષને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રજૂ કરાયેલ ફાયર વિભાગનું ઓવરઓલ ચિત્ર સ્પષ્ટ થયું નથી. સરકાર પાસે મંગાય છે, તેટલી જ માહિતી અપાય છે.
કોન્ટ્રાકટ પરનો ફાયર સેફટી ઓફિસર કેવી રીતે ગઘઈ રિન્યુ કરી શકે ? હાઈકોર્ટે ફાયર વિભાગમાં દરેક પોસ્ટમાં કેટલી ભરતી થઈ છે. છેલ્લા દોઢ વર્ષમાં શું પ્રગતિ થઈ છે..? સહિતના પ્રરશ્નો કરી સરકારે પૃચ્છા કરી હતી કે, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસમાં કાયમી ડિરેકટર નથી..? જેથી સરકારે બચાવ કર્યો હતો હવે કાયમી ડિરેકટર નિયુકત કરવામાં આવશે. હાઈકોર્ટે કર્મચારીઓને ભરતી પછી ટ્રેનિંગ આપો છો કે કેમ..? તો સાથેસાથે જવાબદાર અધિકારીઓના માળખા અને જવાબદારીને લઈને પણ પૃચ્છા કરી હતી. ટૂંકમાં, સરકારની માહિતી અને જવાબથી અસંતુષ્ટ હાઈ કોર્ટે સ્પષ્ટતા સાથે જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.
- Advertisement -
દોષિત કર્મીઓને ફાઇનલ નોટિસો અપાઈ છે : એડવોકેટ જનરલ
એડવોકેટ જનરલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ઝછઙ ગેમ ઝોન દુર્ઘટનામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઠ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરાઇ છે. જે પૈકી ચાર સામે તપાસ પૂર્ણ થતા સજા જાહેર કરાઈ છે. જ્યારે અન્ય ચાર કર્મચારી સામે ખાતાકીય તપાસ એડવાન્સ સ્ટેજ ઉપર છે. દોષિત કર્મચારીઓને ફાઇનલ નોટિસો અપાઇ છે.



