રૈયા ચોકડીથી કિસાનપરા ચોક અને રેસકોર્સ રોડ પર કલર-રિપેરિંગની કામગીરી
રાષ્ટ્રપતિના આગમનને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરના મુખ્ય માર્ગો પર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે.
રાષ્ટ્રપતિ જે રૂટ પરથી પસાર થવાના છે, તે રૈયા ચોકડીથી કિસાનપરા ચોક સુધીનો રોડ રાતોરાત તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ પર નવો કલર કરવામાં આવ્યો છે અને રોડની વચ્ચે આવેલા વૃક્ષોનું કટિંગ કરીને પાણીથી સફાઈ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત, રેસકોર્સ રોડ પર પણ નવો કલર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના આગમનને કારણે તંત્રએ શહેરની સુવિધાઓને ચમકાવવા માટે સઘન પ્રયાસો કર્યા છે.