આયુર્વેદની પટણાની ડિગ્રી દેખાડી: 17 હજારનો મુદામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં ડિગ્રી વિનાના બોગસ તબીબોને પકડવા માટે એસઓજી પીઆઇ એસ એમ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના કિશોરભાઇ ઘૂઘલ અને અમિતભાઈ ટુંડીયાને મળેલી બાતમી આધારે આરટીઓ કચેરી પાછળ શ્રીરામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી મૂળ ગીરસોમનાથના હરેશ સવજીભાઈ મારૂ ઉ.58 નામના બોગસ તબીબની ધરપકડ કરી તેણી પાસેથી ડિગ્રી માંગતા પોતે બિહાર પટણાની 2001માં આયુર્વેદની મળેલી ડિગ્રી દર્શાવી હતી જો કે પોતે દર્દીઓને ચેક કરી એલોપેથિક દવાઓ આપતો હોય જે ટ્રીટમેન્ટ માટે આ ડિગ્રી વેલીડ ન હોય તેણી સામે ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી 17,153 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો.
રાજકોટ SOGએ 25 વર્ષથી પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબને ઝડપી પાડ્યો
