ક્રિકેટર ચેતેશ્ર્વર પુજારાના સગા સાળા જીત પાબારી આ કેસના મુખ્ય આરોપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતાં ફરિયાદી દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરિયાદ નોંધાવેલી કે તેઓને સને 2014માં અમોને ફેસબુકમાં જીત પાબારીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવેલી અને અમો સાથે વાતચીત ચાલુ કરેલી અને તેને જણાવેલ કે મને તું પસંદ છો અને મારે તારી સાથે લગ્ન કરવા છે જેથી બંનેના પરિવારજનો મળેલા અને લગ્ન અંગેની વાતચીત કરેલી અને બંને પરિવારજનો લગ્ન બાબતે સંમત થયા હતા. ત્યારબાદ ગોળધાણા અને સગાઈની વિધિઓ કરવામાં આવી સગાઈ વખતે જ આરોપીએ ફરિયાદી ઉપર બળજબરી કરવાની કોશિશ કરી પરંતુ મહેમાનોની હાજરીના કારણે કંઈ થઈ શકેલ નહીં ત્યાર બાદ દીવાળીના સમયમાં આરોપીએ તેના રૂમમાં બોલાવી અને ફરિયાદી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કરેલો જેથી આ બાબતે બીજા દિવસે તેઓને જણાવ્યું કે અમારી ના હોવા છતાં મારી સાથે બળાત્કાર કર્યો અને પરાણે બળજબરીથી શરીર સંબંધ બાંધેલો જેથી તેઓએ અમને જણાવેલું કે હું તારી સાથે લગ્ન તો કરવાનો જ છું જેથી આવું બધું ચાલ્યા રાખે તેમ કહી તેઓએ અમોને તેઓના મોબાઈલ ફોનમાં મારી સાથે કરેલ બળાત્કારનો વિડીયો અને ફોટોગ્રાફસ બતાવેલો હતો અને કહ્યું કે હવે તું આ વાત કોઈને કહેતી નહીં નહીંતર આ વિડીયો અને ફોટોગ્રાફ્સ વાઈરલ કરી દઈશ આવી ધમકીઓ મારી હતી.
- Advertisement -
ત્યાર બાદ ફરિયાદી ઘરે એકલા હોય ત્યાં ઘરે જઈને તેઓ સાથે બે વખત બળજબરીથી શારીરિક સંબંધ બાંધી, અમોનો બળાત્કાર કરેલો હતો ત્યાર બાદ આ બાબતે ફરિયાદીએ આરોપીના માતા-પિતાને વાત કરતાં તેઓએ પણ આ બાબત કોઈને ન કહેવા માટેની ધમકીઓ આપેલી અને સગાઈ તોડી નાખવાની ધમકીઓ આપેલી જેથી ફરિયાદીએ આ વાતને કરેલી ન હતી અને ત્યાર બાદ આ આરોપીએ અન્ય વ્યક્તિ સાથે હાલના ફરિયાદીને કોઈ પણ જાતની જાણ કર્યા વગર લગ્ન કરી લીધા હતા અને ફરિયાદીને બદનામ કરવાની ધમકીઓ આપી હતી, જે અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા આઈ.પી.સી. કલમ 376(2)(એન), 506 મુજબની આરોપી જીત રસીકભાઈ પાબારી વિરુદ્ધ ફરિયાદ નોંધેલી હતી.
ફરિયાદ નોંધ્યા બાદ ઉપરોક્ત આરોપી જીત રસીકભાઈ પાબારીએ નામદાર સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલી હતી. જે અરજી અન્વયે મૂળ ફરિયાદી તરફે તથા સરકાર પક્ષે એવી દલીલો કરવામાં આવેલી કે આરોપી પહેલેથી જ પોલીસ ઈન્વેસ્ટીગેશનમાં હસ્તક્ષેપ કરે છે અને આવા ગુન્હાની એફ.આઈ.આર. ઓનલાઈન ન મળવા છતાં તેઓ દ્વારા નામદાર કોર્ટમાં ટાઈપ કોપી રજૂ થયેલી છે જે દર્શાવે છે કે આરોપી અને પોલીસ મળેલા છે તેમજ આરોપીએ અગાઉથી કાવતરુ રચી અને સૌ પ્રથમ ફરિયાદી સાથે સગાઈ કરી ત્યાર બાદ ફરિયાદી ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર કરેલો અને ત્યાર બાદ તેઓએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધેલા છે જે તેનું ગુન્હાહિત માનસ દર્શાવે છે.
તેમજ ખૂબ જ ઉંચી લાગવગવાળા વ્યક્તિ છે અને પોલીસ તપાસમાં સાથ સહકાર ન આપે અને નાસીભાગી જાય તેવી શક્યતાઓ રહેલી છે જેથી તેના જામીન રદ કરવા જોઈએ તેમજ અરજદાર તરફે નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત તમામ સંજોગો તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચૂકાદાઓને ધ્યાને લઈ નામદાર સેશન્સ અદાલત દ્વારા આ કામના આરોપી જીત રસીકભાઈ પાબારીના આગોતરા જામીન રદ કરવાનો હુકમ ફરમાવવામાં આવેલો હતો. આ કામમાં રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, જયપાલસિંહ સોલંકી, સાગર પરમાર, જય અકબરી, યશ ખેર તથા સરકાર પક્ષે પરાગભાઈ શાહ એડવોકેટ તરીકે રોકાયેલા હતા.