જૂના જળસ્ત્રોતો, વાવ, કુવાઓ, બોરવેલને રીચાર્જ કરાશે: પાણી ભરાવાની સમસ્યાનો પણ નિકાલ થશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી પુરની જે પરીસ્થિતિ સર્જાઈ છે તથા છેક રાજઘાટ પણ ડુબી ગયો તથા લાલ કિલ્લા સુધી 1978 બાદ પ્રથમ વખત પાણી પહોંચી ગયું તેમાં આડેધડ ઉભા થતા ઈન્ફ્રાસ્ટ્રકચર તથા શહેરોમાં ‘સ્ટ્રોમ-વોટર’ એટલે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ નહી હોવાનું બહાર આવતા અને જૂના કુવાઓ તથા જળાશયો જે શહેરોની વચ્ચે આવેલા હતા તે ઘટના વરસાદી પાણીના નિકાલ માટે સૌથી મોટુ વિલન બની ગયું છે.
- Advertisement -
ડ્રેનેજ સિસ્ટમ શહેરોના ગંદા પાણીનો બોજો પણ વહન કરી શકે તેમ નથી. આ વચ્ચે વરસાદની બદલાતી જતી પેટર્ન અને ભરપુર વરસાદ છતા તે પાણી અંતે વિનાશ વેરીને ચાલુ થયા છે જેના કારણે ભુગર્ભ જળસ્તર પણ ઉંચા આવતા નથી.
આ તપાસમાં આપણી જૂની નગરરચના વ્યવસ્થા જે શ્રેષ્ઠ હતી અને તેમાં જે રીતે સ્ટેપવેલ (વાવ) તથા ભૂગર્ભમાં જળસંગ્રહ થાય તેવી વ્યવસ્થા હતી તે પુન: જીવિત થવા જઈ રહી છે અને કેન્દ્ર સરકારે હવે અટલ મિશન હેઠળ જે અમૃત યોજના છે તેના અમૃત-ટુ માં દેશના 10 શહેરોમાં હવે જૂના બોરવેલ જે બુરાયા છે તેને પુન: જીવિત કરવા તથા સ્ટેપવેલ, વાવ, નાના જળાશયો વિ. મારફત વરસાદી પાણીના સંગ્રહ તથા ભુગર્ભ જળસ્તર ઉંચા આવે તે માટે આગળ વધવા લાગ્યો છે. તેમાં શહેરી વિકાસ મંત્રાલય હેઠળના પ્રોજેકટમાં સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય શહેરોમાં જયપુર, ગ્વાલીયર, ધનબાદ, કોલકતા, થાણે, પુના, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઈનો સમાવેશ થાય છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ શહેરોની છીછરી જળભરાવ ભૌગોલિક સ્થિતિ તથા જે તે સ્થાનિક સંસ્થા (મહાપાલિકા) એ જે રીતે પ્રોજેકટમાં રસ દાખવ્યો તે પરથી આ પસંદગી થઈ છે.
દેશમાં શહેરોમાં 40% પાણી ભુગર્ભ જળનો જ ઉપયોગથી મળે છે અને તે લાંબા સમયથી રીચાર્જ થતા નથી તેથી તેને બહારના પાણી પરની નિર્ભરતા વધી ગઈ છે. હવે આ પ્રકારના પ્રયાસોમાં છે. નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ અર્બન અફૈર્સના સિનીયર પ્રોગ્રામર ડો. ઉદય ભોંડેના સહયોગથી સ્વૈચ્છીક સંસ્થા ‘એસીડબલ્યુએડીએએમ’ અને ટેકનીકલ પાર્ટનર તરીકે ‘ઇશજ્ઞળય‘ જે એક પર્યાવરણ સોલ્યુશન કંપની છે તેને સાથે રખાઈ છે.
- Advertisement -
2022માંજ સંયુક્ત રાષ્ટ્રસંઘના રીપોર્ટમાં ભારતને ભુગર્ભ જળવપરાશમાં સૌથી મોટા દેશ તરીકે ગણાવાયો હતો. જેના કારણે એક તરફ પાણીની અછતનો પણ હલ મળશે અને પુર સહિતની સ્થિતિમાં પણ રાહત મળશે.
જેના કારણે ભુગર્ભ જળ 3થી5 દિવસ ઉંચો આવશે. છીછરા તળ ધરાવતા ક્ષેત્રોમાં રીચાર્જ ઝડપી આવે છે. આ માટે દરેક શહેરને પ્રારંભીક તબકકે રૂા.20 લાખ અપાશે અને ઓકટોબર માસ સુધીમાં પ્રોજેકટનો પ્રારંભ થઈ જશે. આ માટે જે તે શહેરના જૂના જળસ્ત્રોતો જે હાલ બુરાઈ ગયા છે અથવા ત્યાં પુરતું પાણી ભરાતું નથી તેને ઓળખી લેવાયા છે.