રાજકોટ આરટીઓ ઓફિસર કેતન ખપેડના નેતૃત્વમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. વાહન ચાલકો માટે રાજય સરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે અકસ્માતો બનતા રહે છે.
- Advertisement -
જેથી અકસ્માતથી બચવા તથા આવા વાહનચાલકો વિરુદ્ધ એક્શન લેવા માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવે છે. જેમાં ઓવરલોડિંગ, પરમિટ વગરના, ફિટનેસ સર્ટિફિકેટ વગરના વાહનને પકડી કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે 4.65 લાખનો દંડ પણ ઉઘરાવવામાં આવ્યો હતો.