રાજકોટ આર. ટી. ઓ. અધિકારી વી. બી. પટેલ, એચ એ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર ભાર્ગવસિંહ ઝણકાટ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની ઉંમરના વાહન ચાલકો કે, જેઓની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તેવા બાળકોને ઉભા રાખીને લાઇસન્સની જરૂરિયાત કેટલી જરૂરી છે અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
જ્યારે વાહન ચલાવવા માટે તેમજ રોડ સેફ્ટી વિશે સમજ આપવામાં આવી હતી. તેમજ નાની વયના બાળકોને વાહન ચલાવવા આપતાં વાલીઓને પણ ગંભીરતા સમજવા સૂચના આપી હતી. રસ્તા પર વાહનો કઈ સાઈડમાં ચલાવવા સહિતની સમજણ આપી હતી.