ઓવરલોડ, ટેક્ષ, ફિટનેસ, એલઇડી લાઈટો, સીટબેલ્ટ સહિતના અનેક ગુનાઓમાં કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ RTO કચેરીએ વર્ષ 2025ના જૂન મહિનામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી ગાડીઓ સામે મોટાપાયે કાર્યવાહી કરી છે. કુલ 845 ગુનાહિત વાહનો સામે પગલાં લઈ કુલ ₹34,69,478 નો દંડ વસૂલવામાં આવ્યો છે. RTOની આ કાર્યવાહીને વાહનચાલકોમાં કડક સંદેશો મળ્યો છે અને ભવિષ્યમાં નિયમિત ચાલવાનું મહત્વ ઉજાગર થયું છઝઘ દ્વારા ચલાવાયેલ આ ખાસ ડ્રાઈવ ટ્રાફિક સલામતી અને વાહન વ્યવહારના નિયમોને અમલમાં લાવવાના હેતુથી કરવામાં આવી હતી. કચેરીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કોઈ છૂટછાટ રાખવામા આવશેનહીં રાજકોટ છઝઘ અધિકારી કેતન ખપેડ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની ગાડીઓ નિયમ અનુસાર ચલાવે, જરૂરી દસ્તાવેજો સાથે રાખે અને વાહનચાલનની નિયમિતતા જાળવે – જેથી રોડ પરનો પ્રવાસ સલામત અને કાયદેસર બની રહે.