27 ઑક્ટોબરથી શરૂ થશે ઓનલાઈન બિડિંગ પ્રક્રિયા, 6 નવેમ્બરે જાહેર થશે પરિણામ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા મોટરકાર પ્રકારના વાહનો માટે નવી GJ-03-PM સીરિઝના તેમજ અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબર માટે ઈ-ઓક્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઓનલાઈન હરાજી પ્રક્રિયા તા. 27 ઑક્ટોબર 2025 સાંજે 4:00 વાગ્યાથી શરૂ થઈ 4 નવેમ્બર 2025 સાંજે 4:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ તા.4 નવેમ્બર સાંજે 4:01 થી 6 નવેમ્બર સાંજે 4:00 સુધી બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને પરિણામ તા.6 નવેમ્બર સાંજે 4:15 કલાકે ઓનલાઈન જાહેર થશે. આ માટે ઇચ્છુક વાહનમાલિકોએ ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ પોર્ટલ પર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લેવાનો રહેશે. અરજદારે વેબસાઇટમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ પસંદગીનો નંબર પસંદ કરી ઓછામાં ઓછી ફી ઓનલાઈન ભરવાની રહેશે. બિડિંગ પૂર્ણ થયા બાદ હરાજીમાં નામ આવનાર અરજદારે 5 દિવસની અંદર બાકી રકમ ચૂકવી આપવી, RTO કચેરીમાં અપોઇન્ટમેન્ટ લઈ નંબર મેળવવો રહેશે. વાહન ખરીદીના 7 દિવસની અંદર ઈગઅ ફોર્મ ભરવું ફરજિયાત છે, સમયમર્યાદા બાદ કરેલી અરજી માન્ય ગણાશે નહીં. આ ઈ-ઓક્શન દ્વારા વાહનપ્રેમીઓ માટે પોતાની પસંદગીનો ગોલ્ડન અથવા સિલ્વર નંબર મેળવવાની તક મળશે.
આ વખતે ‘GJ-03-PM’ સીરિઝ જાહેર થતાં વાહનપ્રેમી લોકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા યુવાવર્ગ મનગમતા નંબર મેળવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.
ગત ઈ-ઓક્શન દરમિયાન ગોલ્ડન નંબર જેવા કે 0001, 0009, 9999, 0707, 4545, 7777 વગેરે નંબર માટે લાખો રૂપિયાની બોલી લાગેલી હતી. આ વખતે પણ આવા નંબર માટે કટોકટી જોવા મળે તેવી સંભાવના છે. ઈ-ઓક્શન પ્રણાલીને કારણે સરકારને વધારું આવક સ્ત્રોત પ્રાપ્ત થાય છે. દરેક સીરિઝમાં મનગમતા નંબર માટે લોકો મોટી રકમ ચૂકવે છે, જેના કારણે છઝઘ વિભાગને લાખો રૂપિયાની આવક થાય છે.