જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં છીંડા: બેદરકારી દાખવનર સુરતના ડીસીપી સામે ડીજીને રિપોર્ટ
રેન્જ આઇજી અશોક યાદવએ અનેક ક્ષતિઓનો કર્યો ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
- Advertisement -
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પૂર્વે તા. 1 મેના રિહર્સલમાં સુરત જઘૠના નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમે ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનો રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર દ્વારા રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેથી હવે આ અધિકારી સામે આગામી સમયમાં કડક પગલાં લેવામાં આવે તેવું લાગી રહ્યું છે. જામનગરમાં વડાપ્રધાનની સભા પૂર્વેના રિહર્સલમાં થયેલી ખામીઓની ગંભીર નોંધ લેવામાં આવી છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર દ્વારા સુરત જઘૠના નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમને સંબોધીને રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય ગાંધીનગરના આધારવાળા પત્રથી ભારતના વડાપ્રધાન જામનગર જિલ્લાની મુલાકાતે આવવાના હોવાથી કાયદો અને વ્યવસ્થાના બંદોબસ્તને લઈ આપને જામનગર ખાતે તા. 30 એપ્રિલ 2024ના રિપોર્ટ આપવા જણાવ્યું હતું. જેને લઇને ઉક્ત વિગતેના બંદોબસ્તમાં જામનગર પોલીસ અધિક્ષક દ્વારા આપને એરફોર્સ 1 તથા એરપોર્ટ બંદોબસ્ત તથા એરફોર્સથી સંતોષી માતાજીના મંદિર સુધીના રોડ બંદોબસ્તના સુપરવિઝનની ફરજ સોંપવામાં આવેલા જે બંદોબસ્ત અંગે આજરોજ તા. 1 મે 2024ના રિહર્સલ યોજવામાં આવી હતી. જે દરમિયાન નીચે મુજબની ખામીઓ જોવા મળી છે.
રેન્જ આઇજીએ દર્શાવેલી ખામીઓ
- Advertisement -
-સુપરવિઝન ઇન્ચાર્જે રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવ્યો ન હતો.
-સામાન્ય રીતે દેખાય આવતા જાહેર પોઇન્ટ પર યોગ્ય રીતે બેરિકેટિંગ કરવામાં આવ્યું ન હતું.
-ડીપ પોઇન્ટ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા ન હતા.
-પોલીસ સ્ટાફના કર્મચારીઓને બેરિકેટિંગની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. ફજે વ્યવહારૂ દૃષ્ટીએ જોવા જઇએ તો 70 ટકા બેરિકેટની અંદર અને 30 ટકા બેરિકેટ બહાર હોવા જોઇએ. જેનું સુપરવિઝન અધિકારી તરીકે ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.
-પિસ્ટલ સ્કોર્ટ નેશનલ પાર્ક વડાપ્રધાનના રૂટ પર આવતો હોય તેમ છતાં આ નેશનલ પાર્કમાં સંદિગ્ધ વસ્તુઓ કે, શંકાસ્પદ શખસો બાબતે કોઈ ખરાઈ કરાઈ ન હતી કે, કોઇ પોઇન્ટ આપવામાં આવ્યો ન હતો.
-એરફોર્સ સ્ટેશન નજીક સ્લમ વિસ્તાર પાસે ટ્રાફિક કંટ્રોલ કરવા સારૂ ફોલ્ડિંગ બેરિકેટ કે જે મુવેબલ હોય તે રાખવા જોઇએ, પરંતુ આ બાબતે સુપરવિઝન અધિકારી તરીકે કોઈ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.