ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રેન્જના આઈજીએ મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી જો કે જેલની મુલાકાત દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવી ન હતી તેમજ કેદીઓ તરફથી પણ કોઈ ફરિયાદ કરવામાં આવી ન હતી. રાજકોટ રેન્જના પોલીસ મહાનિર્દેશક (આઈજી) અશોકકુમાર યાદવ તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ગઈકાલે મોરબી જિલ્લા પોલીસના વાર્ષિક પોલીસ ઈન્સ્પેકશન દરમિયાન સબ જેલની મુલાકાત લીધી હતી. રેન્જ આઈજીએ જેલનો વહીવટ, વ્યવસ્થા અને સાફસફાઈની સમીક્ષા કરી આ તમામ કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ તમામ કેદીઓની આઈજીએ રૂબરૂ મુલાકાત કરતા કેદીઓ તરફથી કોઈ રજૂઆત કે ફરિયાદ કરવામાં આવી ન હતી જેથી આઈજીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી. એમ. ગોહિલ તથા ઇન્ચાર્જ જેલર પી. એમ. ચાવડા હાજર રહ્યા હતા.
રાજકોટ રેન્જ IGએ મોરબી સબ જેલની મુલાકાત લીધી
