IG અશોક કુમારે ખાસ-ખબરના પ્રકાશન અંગે તમામ માહિતી મેળવી
રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ ખાસ-ખબર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. આ મુલાકાત દરમિયાન તેમણે ખુબ જ ઉત્સુકતાપૂર્વક તમામ વિભાગ જેમાં કોમ્પ્યુટર વિભાગ, તંત્રી વિભાગ અને ખાસ-ખબર દ્વારા સોશિયલ મીડિયા વિભાગ-સ્ટુડિયોની મુલાકાત લીધી હતી અને સમાચાર મેળવવાથી લઇ કેવી રીતે પ્રકાશિત થાય તે અંગેની સંપૂર્ણ માહિતી ખાસ-ખબરના તંત્રી ક્ધિનર આચાર્ય પાસેથી મેળવી હતી. રેન્જ આઇ.જી. હોવા છતાં પણ અશોકકુમાર યાદવ એકદમ ડાઉન ટુ અર્થ અને અત્યંત સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા અધિકારી છે. તંત્રી ક્ધિનર આચાર્ય સાથેની વાતચિત દરમિયાન તેમણે ભૂતકાળના અનેક સંસ્મરણો વાગોળ્યા હતાં. આ મુલાકાત દરમિયાન મિલન ખીરા પણ ઉપસ્થિત રહ્યા હતાં.