ડીસીપી બાંગરવાની અધ્યક્ષતામાં 83 લાખના જથ્થાનો નાશ
ગાંજો, એમડી, ચરસ, અફીણ, મોર્ફિન, પોષડોડાનો જથ્થો ખાખ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ શહેરમાં માદક પદાર્થોનું વેચાણ અને ઉત્પાદન ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે શહેર પોલીસ દ્વારા સમયાંતરે કેસો કરવામાં આવતા હોય છે અને પેડલરોને દબોચી લઈ માદક પદાર્થ કબજે કરી તેનો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે શહેર પોલીસે 71 કેસોમાં પકડેલા ગાંજો, ચરસ, ડ્રગ્સ સહિતના 83 લાખના મુદામાલનો ભચાઉ ખાતે કંપનીમાં નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા કરાયેલા એનડીપીએસના 71 કેસોમાં પકડાયેલ માદક પદાર્થોના જથ્થાનો નાશ કરવા ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં કચ્છના ભચાઉના જૂના કટારીયા ગામે આવેલ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ નામની ફેક્ટરીમાં ટીમ પહોંચી હતી અંહી એસઑજી પીઆઇ એસ એમ જાડેજા અને ટીમ દ્વારા તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
ગાંજો : 559.467 કિલો : 55,94,670
ગાંજાના છોડ : 1.106 કિલો : 11,060
એમડી ડ્રગ્સ : 267.57 ગ્રામ : 13,37,850
ચરસ : 470 ગ્રામ : 70,500
અફીણ છોડ : 17.490 કિલો : 53,125
મોર્ફિન : 183.37 ગ્રામ : 9,16,850
પોષ ડોડા : 17.812 કિલો : 23,436
તરંગ વાટિકા : 26.340 કિલો : 2,63,400
કુલ : 83,00,891



