જિલ્લામાં પરવાનાવાળા 3749 હથિયારો જમા અને 4 હથિયારો જપ્ત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
- Advertisement -
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ 15 દિવસમાં પોલીસ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં પરવાનાવાળા હથિયાર ધારકો પાસેથી 88 ટકા હથિયારો જમા લેવાની કામગીરી કરવામાં આવી છે આ કામગીરી અન્વયે તા.30/03/2024 સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા 3008 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 2652 હથિયારો જમા લેવામાં આવ્યા હતા. અને 4 હથિયારો જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટ જિલ્લા(ગ્રામ્ય) પોલીસ દ્વારા 1212 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 1097 હથિયારો જમા લેવામાં આવ્યા હતા. અને બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. બાકીના હથિયારો જમા લેવાની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે, તેમ રાજકોટ પોલીસ વિભાગની યાદીમાં જણાવાયું છે.