લૉ એન્ડ ઓર્ડરની ઉત્કૃષ્ટ કામગીરી બદલ થશે સન્માન
રાજકોટ શહેર પોલીસ બેડામાં ખુશીની લહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના કર્મઠ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત થતાં શહેર પોલીસના ગૌરવમાં વધારો થયો છે.
રાજકોટ શહેરને સલામત અને ભયમુક્ત બનાવવાની નેમ સાથે ગેમઝોન અગ્નિકાંડના સળગતા પ્રશ્ર્ન વચ્ચે પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર બ્રજેશ ઝાને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાની જાહેરાત થતાં રાજકોટ શહેર પોલીસ બેડામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે સાયલેન્ટ રહી અને સિસ્ટમ ક્રિએટ કરીને લો એન્ડ ઓર્ડરની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટના સીપી સહિત 62 પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.