અગાઉના કૌભાંડમાં જેલવાસ ભોગવતા લાંગાનો અમદાવાદ જેલમાંથી લીધો કબજો
રાજકોટમાં બોગસ પેઢી ખોલી 14 પેટા કંપનીઓને કામ સોંપી 68 લાખની ચોરી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગત 27 તારીખે નોંધાયેલા જીએસટી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલ અને અગાઉના ગુનામાં સાબરમતી જેલમાં જેલવાસ ભોગવી રહેલા મહેશ લાંગાનો આર્થિક ગુના નિવારણ શાખાના સ્ટાફે ગઇકાલે રાજકોટના ગુનાના કામે કબજો લીધો હતો આજે તપાસ અર્થે કોર્ટમાં રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજ્યના ચકચારી ૠજઝ બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો જેમાં બોગસ બિલિંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવતા પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી અત્યાર સુધી કુલ 12 આરોપીઓની ધરપકડ કરી તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ પછી રાજકોટ પોલીસ દ્વારા આજ રોજ આ કેસમાં આરોપી મહેશ લાંગાની અમદાવાદ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફત કબ્જો મેળવી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે જેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરી તેના રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે જેની પુછપરછમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે રાજકોટ કોર્ટ દ્વારા આગ પકડાયેલ તમામ 12 આરોપીઓએ કરેલ જામીન અરજી રદ કરી હતી જેથી હાલ તમામ 12 આરોપીઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે.