રેલીનો મુખ્ય કોન્સેપ્ટ ઈટ હેલ્થી સ્ટે હેલ્ધી રખાયો: 5000 લોકોને જાગૃત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 7-4-2025ના વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના મહિલા વિભાગના નેજા હેઠળ રાજકોટની તમામ ફાર્મસી કોલેજ, સરકારી ફાર્માસિસ્ટો, ઈન્ડસ્ટ્રી તેમજ ટ્રેડ અને માર્કેટિંગના ફાર્માસિસ્ટોના સહયોગથી એક સુંદર રેલીનું આયોજન કરી વહેલી સવારના રેસકોર્સ ખાતે સંપન્ન કરવામાં આવી.
આ રેલી દ્વારા રાજકોટના લગભગ 5000 લોકોને હેલ્થ માટે અવેર કરવામાં આવ્યા અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ રેલીનો મુખ્ય કોન્સેપ્ટ ઈટ હેલ્થી સ્ટે હેલ્થી રાખવામાં આવ્યો હતો. લોકોને તેમના દ્વારા લેવામાં આવતા ખોરાક માટે અને યોગ અને પ્રાણાયામ તેમજ વોકિંગ અને હળવી કસરતો વિશે તમામ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ રેલીને સુંદર અને સુચારૂ રીતે પૂર્ણ કરવામાં રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના મહિલા વિભાગના હોદ્દેદારો રિદ્ધિ શુકલા, નિરુપમા ગોસ્વામી, ધ્રુવાંશી ગોલ, હની ચૌહાણે જહેમત ઉઠાવી હતી.
આ રેલીને સંપૂર્ણ સફળ બનાવવા માટે તમામ વિભાગના હોદ્દેદારોને રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ સત્યેન પટેલ તેમજ હોદ્દેદારોએ બિરદાવ્યા હતા.