અઢી લાખનો દારૂ ભરેલી કાર અને રિક્ષા સાથે બે શખ્સોની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે માલીયાસણ ચોકડી પાસેથી 2,05,146નો દારૂ ભરેલી કાર સાથે એકને અને નવયુગપરામાંથી 40,380નો દારૂ ભરેલી રિક્ષા સાથે એકને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઇ મહિપાલસિહ ઝાલા, ઘનશ્યામસિહ ચૌહાણ અને હરદેવસિહને મળેલી બાતમી આધારે બેડી ચોકડીથી માલીયાસણ ચોકડી વચ્ચે પુલ પાસે વોચ ગોઠવી કાર અટકાવી જડતી લેતા તેમાંથી 2,05,146 રૂપિયાનો 324 બોટલ દારૂ મળી આવતા શિવનગરના મગન રાયસિંગભાઈ રોજાસરાની ધરપકડ કરી પૂછતાછ કરતાં ગોપાલ રેસિડેન્સીના રાજેશ ઉર્ફે ભોપલો કિશોરભાઇ ચાવડાનું નામ ખૂલતાં બંને વિરુધ્ધ ગુનો નોંધી કાર સહિત 6,05,146નો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી મગન દારૂ સહિત 5 ગુનામાં અને પકડવાનો બાકી રાજેશ છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે જ્યારે કુલદીપસિહ, વિજયભાઇ અને રામદેવસિહે બાતમી આધારે બીજો દરોડો નવયુગપરામાં પાડ્યો હતો જેમાં મનહર સોસાયટીના મનોજ કિશોરભાઇ સરવૈયાને 60 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે દબોચી લઈ 1,10,380નો મુદામાલ કબજે કર્યો છે.