બેંક ટૂંક સમયમાં ‘ફીનેકલ’ સોફટવેરને ક્લાઉડમાં હોસ્ટ કરશે : દિનેશભાઇ પાઠક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશની અગ્રગણ્ય સોફટવેર કંપની ઇન્ફોસીસ દ્વારા તાજેતરમાં જ મુંબઇ ખાતે ‘ઇન્ડીયા બેંકિંગ કનેકટ-2025’ કાર્યક્રમ યોજાયેલ હતો અને તેમાં સામેલ થવા માટે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.વિગતથી જોઇએ તો, ઇન્ફોસીસના કોર બેંકિંગ સોફ્ટવેર ‘ફીનેકલ’નો ઉપયોગ સરકારી-ખાનગી અને સહકારી બેંકિંગ સેકટરમાં મહત્તમ ઉપયોગ થાય છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ટૂંક સમયમાં જ ‘ફિનેકલ’ સોફટવેર કલાઉડ પર હોસ્ટ કરવાની પહેલ થઇ રહી છે.‘ઇન્ડીયા બેંકિંગ કનેક્ટ 2025’માં બેંકની પહેલને બિરદાવતા ઇન્ફોસીસ સાઉથ એશિયાના ફિનેકલના હેડ અજીત સાવંત દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના દિનેશભાઇ પાઠક (ચેરમેન), સતીષજી ઉતેકર (ચેરમેન-બોર્ડ ઓફ મેનેજમેન્ટ), જીમ્મીભાઇ દક્ષીણી (સદસ્ય-બોર્ડ ઓફ મેનેજમેન્ટ), વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), મિલીંદ વટેરકર (ક્ધસલ્ટન્ટ)ને સ્મૃતિ ચિન્હ આપી બિરદાવવામાં આવેલ.આ અંગે વિસ્તૃત માહિતી આપતાં બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, ‘ઇન્ફોસીસનો ‘ફિનેકલ’ સોફટવેર અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને ભવિષ્યની જરૂરીયાતો માટે પણ અનુકુળ છે.
- Advertisement -
આથી બેંકે તેના કોર બેંકિંગ સોલ્યુશન માટે ઇન્ફોસીસ સાથે જોડાણ ર્ક્યું છે. બેંક ટૂંક સમયમાં જ ‘ફિનેકલ’ સોફટવેર કલાઉડ પર હોસ્ટ કરવાની છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા હંમેશા આવનારા સમયને પારખતાં ટેકનોલોજીને આવકારી શ્રેષ્ઠ ગ્રાહક સુવિધા આપી છે. ‘ફિનેકલ’ સોફટવેર થકી આ પરંપરાને અવશ્ય જાળવીશું.’અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં અત્યારે ગ્રાહક સેવામાં મોબાઇલ-વ્હોટ્સએપ બેંકિંગ, મીસ્ડ કોલ કરવાથી બેંક ખાતાની બેલેન્સ, એસ.એમ.એસ. એલર્ટ, ઇમેઇલ દ્વારા બેંક સ્ટેટમેન્ટ, મોબાઇલ બેંકિંગમાં જ આઇએમપીએસ, આરટીજીએસ, એનઇએફટી, બીબીપીએસ દ્વારા ઓલ બિલ પેમેન્ટ, કાર્ડ કંટ્રોલ, કાર્ડલેસ રોકડ ઉપાડ કે ડિપોઝીટ, આઇપીઓ માટે આસ્બા, એટીએમ કમ ડેબિટ કાર્ડ વગેરે સુવિધાનો લાભ મોટી સંખ્યામાં ખાતેદારો લઇ રહ્યા છે.