શિક્ષણ સમિતિ અને આચાર્યના વિવાદ મુદ્દે IPS રમેશ સવાણીની ફેસબુક પોસ્ટ
અતુલ પંડિત અને કિરીટ પરમાર દ્વારા સરકારી શાળા દત્તક આપવા મામલે સમગ્ર વિવાદ સળગ્યો
- Advertisement -
ખાતાકીય કાર્યવાહી કરવાને બદલે શાસનાધિકારી ગેરસમજ દૂર કરવાની કામગીરી ન કરી શકે?
રમેશ સવાણીની ફેસબુક પોસ્ટ શબ્દશ:
વગદાર ટ્રસ્ટીઓ સામે એક આચાર્યા લડત આપે, તેમાં આચાર્યાનો શું સ્વાર્થ હોય?
રાજકોટ મહાનગરપાલિકા હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિનોબા ભાવે પ્રાથમિક શાળાના (શાળા નંબર-93) વિદ્યાર્થીઓ/વાલીઓ/શિક્ષકો ઊહાપોહ કરી રહ્યા છે. શાળામાં ધો. 1થી 8માં 890 બાળકો અભ્યાસ કરે છે. શાળાના મુખ્ય શિક્ષક/આચાર્યા વનિતા રાઠોડને લોકભાગીદારી દ્વારા શાળાનો વિકાસ કરવા બદલ 5 સપ્ટેમ્બર 2021ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ મળેલ છે. વનિતા કાઠોડે 3 ઓગષ્ટ 2022ના રોજ શાસનાધિકારીન્ પત્ર સખીને વિગતવાર રજૂઆત કરી કે ‘રીનોવેશન દરમિયાન શાળાને નુકશાન થયું છે.’ શાસનઅધિકારી કિરીટસિંહ પરમાર કહે છે કે ‘શાળા નંબર- 93 શર્વ ફાઉન્ડેશન દ્વારા દતક લેવામાં આવી હતી. જોકે તેમાં આચાર્ય અને વાલીઓની એવી માંગ છે કે, આ કરાર રદ કરવામાં આવે. જેથી તપાસ બાદ કરાર રદ કરવા શિક્ષણ સમિતિને ભલામણ કરીશ. જોકે આચાર્યની જે પ્રકારે ફરિયાદ છે તે મુજબનું બહુ વધુ નુકસાન થયું નથી.’ શાસનાધિકારી તરફથી 12 ઓગષ્ટ 2022ના રોજ વનિતા રાઠોડની સ્પષ્ટતા પૂછવામાં આવી છે કે ‘તમે સત્તાધિકારી સમક્ષ રજૂઆત કરવાને બદલે મીડિયા સમક્ષ વ્યથા રજૂ કરી છે; જેથી નગરપ્રથમિક સમિતિ/સરકારની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડેલ છે, દિવસ-7માં સ્પષ્ટતા મોકલી આપશો.’
વિવાદ શા માટે થયો?
- Advertisement -
નગરપ્રાથમિક સમિતિ અને શર્વ ફાઉન્ડેશન વચ્ચે 12 જાન્યુઆરી 2022ના રોજ ખજ્ઞઞ-સમજૂતી કરાર થયો. તેમાં 10 શરતો છે. તેમાં શર્વ ફાઉન્ડેશને શાળા માટે કઈ કઈ બાબતો કરવાની છે તેની વિગત નથી. શર્વ ફાઉન્ડેશન ત્રણ બાબતો કરશે તેવું અનુમાન છે : 1 ઈન્ફ્રાસ્ટ્રક્ચર : શાળામાં કલાસરૂમ, સેમિનાર હોલ, બાથરૂમ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. 2 કાઉન્સેલિંગ : શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. સાથે શિક્ષકોને તાલીમ પણ અપાશે. 3 એકેડેમિક : વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત કૌશલ્ય અને અન્ય ગુણો વધે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ સહિતના પ્રોજેક્ટ ચલાવાશેજો આ કામ સરકાર કે મહાનગરપાલિકા પાસેથી એક પણ રુપિયો લીધા વિના કોઈ ટ્રસ્ટ કરી આપે તો વાંધા સરખું નથી ! શર્વ ફાઉન્ડેશનમાં રાજકોટના ટોચના પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન છે. તેઓ ગરીબ પરિવારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે એ માટે આગળ આવ્યા છે. શાળાને આધુનિક/ મોડલ સ્કૂલનું સ્વરૂપ મળે તે હેતુ છે. વાલીઓ શાળાના ખાનગી કરણનો વિરોધ કરી રહ્યા છે; જ્યારે શર્વ ફાઉન્ડેશન કહે છે કે ‘અમારો ઈરાદો શાળાનું ખાનગીકરણ કરવાનો નથી; પરંતુ અહીં અભ્યાસ કરતાં બાળકોને વધુ સુવિધા અને ઉમદા શિક્ષણ આપવાનો છે. અમે તો શાળાને ડેવલપ કરી રહ્યા છીએ. આ શાળાનું સંચાલન શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકા હસ્તક જ રહેશે. વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે.’
થોડાં પ્રશ્નો : 1 સરકારી/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાને ખાનગી ટ્રસ્ટને સંચાલન માટે સોંપવાનું કારણ શું? શું ટ્રસ્ટ ખજ્ઞઞ વિના મદદ ન કરી શકે? 2 સરકારી શાળાઓ બંધ થઈ રહી છે; તે સ્થિતિમાં વાલીઓને/શિક્ષકોને શંકા હોય કે શાળા નંબર-93ને પણ ટ્રસ્ટને હવાલે કરવામાં આવશે ! જો આ સત્ય ન હોય તો વાલીઓને/શિક્ષકોને શાસનાધિકારી સમજાવી ન શકે? શંકા દૂર ન કરી શકે? 3 શર્વ ફાઉન્ડેશનના વગદાર ટ્રસ્ટીઓ સામે એક આચાર્યા લડત આપે, તેમાં આચાર્યાનો શું સ્વાર્થ હોય? આચાર્યાની શર્વ ફાઉન્ડેશન સામેની રજૂઆતના કારણે નગરપ્રથમિક સમિતિ/સરકારની પ્રતિષ્ઠાને કઈ રીતે નુકશાન પહોંચે? 4 રાષ્ટ્રપતિ દ્વારા જે આચાર્યનું સન્માન થયેલ છે; તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવાને બદલે શાસનાધિકારી ગેરસમજ દૂર કરવાની કામગીરી ન કરી શકે? 5 શર્વ ફાઉન્ડેશન; શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવાના હોય તો આ વિવાદ દૂર કરવા માટે કાઉન્સલિંગ કેમ થયું નહીં હોય?