ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
26 જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વ અવસરે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની બહારગામની શાખાઓ અને રાજકોટમાં હેડ ઓફિસ ખાતે ધ્વજ વંદન અને ભારત માતા પૂજન યોજાયેલું હતું. રાજકોટમાં અતિથિ વિશેષ તરીકે પરાગજી અભ્યંકર (અખિલ ભારતીય સેવા પ્રમુખ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને અમૃતભાઈ ગઢીયા (પ્રમુખ – શાપર વેરાવળ ઇન્ડ. એસો.) ઉપસ્થિત રહ્યા હતા. બેંક પરિવારમાંથી દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેક્ટરગણમાંથી માધવભાઈ દવે, કલ્પેશભાઈ ગજ્જર, ભૌમિકભાઈ શાહ, વિક્રમસિંહ પરમાર, ડો. એન. જે. મેઘાણી, હસમુખભાઇ ચંદારાણા, નવીનભાઈ પટેલ, ચિરાગભાઈ રાજકોટિયા, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર – સીઇઓ), બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી શૈલેશભાઈ ઠાકર, હંસરાજભાઈ ગજેરા, દીપકભાઈ મકવાણા, વિનોદભાઇ લાઠીયા, વિજયભાઇ કોઠારી, ઉપરાંત શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલિગેટ્સ, આમંત્રિત મહેમાનો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન અને ભારત માતા પૂજન બાદ યોજાયેલ કાર્યક્રમમા ભારત માતા અને અરવિંદભાઇ મણિઆરની તસવીરને દીપ પ્રાગટ્ય કરાયેલ. અતિથિ વિશેષ પરાગજી અભ્યંકર અને અમૃતભાઈ ગઢીયાનું ખાદીનો રૂમાલ, પુસ્તક અને મોમેન્ટો આપી સ્વાગત કરાયેલ.
પ્રાસંગિક ઉદબોધનમા મહાનુભાવોએ મનનીય વક્તવ્ય આપેલું. આ અવસરે બેંકના મહિલા કર્મચારીઓએ પ્રસંગોચિત્ત – મનોરમ્ય રંગોળી બનાવી હતી. કાર્યક્રમના અંતમાં વંદે માતરમનું ગાન થયું હતું. સંચાલન પ્રશાંતભાઈ અઘેડાએ અને આભાર દર્શન માધવભાઈ દવેએ કરેલું.



