કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી અને 12 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા એફ.એસ.ડબલ્યુ. વાન સાથે શહેરના વાગળ ચોકડી- પાળ રોડ મવડી વિસ્તારમાં આવેલી ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલી હતી, જેમાં 12 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમે આજરોજ શ્રી નાથજી હોટલ, રુદ્રાક્ષ મેડીસીન્સ, ખોડીયાર ટ્રેડર્સ, પટેલ ટ્રેડર્સ, પટેલ આમલેટ સેન્ટર, જય ભવાની લચ્છી, ક્રિષ્ના સોડા શોપ, ક્રિષ્ના સેલ્સ એજન્સી, શિવ કોઠી આઈસ્ક્રીમ, બજરંગ ભજીયા એન્ડ ગાંઠીયા, જય અંબે દાળપકવાન અને સાવરિયા ફાલુદા સહિત તમામને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા શ્રીનાથજી અમૂલ પાર્લર, ત્રિમૂર્તિ બાલાજી કોલ્ડ્રિંક્સ, રાધેક્રિષ્ના ડેરી ફાર્મ, મુંબઈયા મીસલ વડાપાઉં બાલાજી એન્ટરપ્રાઈઝ, રજની ઢોસા એન્ડ ચાઈનીઝ એન્ડ પાઉંભાજી, જય સરદાર કેટરર્સ એન્ડ રેસ્ટોરન્ટ, આઈ મોગલ દાલબાટી એન્ડ દેશી ભાણુ, રામરાજ રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં મિકસ વેજીટેબલ સબ્જી (પ્રિપેર્ડ લુઝ) અને દાળ (પ્રિપેર્ડ લુઝ) સંસ્કૃતિ હોસ્ટેલ, રામ પાર્ક મેઈન રોડ કાલાવડ રોડ, મીઠી ચટણી (પ્રિપેર્ડ લુઝ) તેમજ બટેટાનું શાક સ્થળ શિવમ બોયઝ હોસ્ટેલ પરિમલ સ્કૂલ પાસે, આત્મીય યુનિ. સામે, કાલાવડ રોડ ખાતેથી અને પંજાબી ગ્રેવી તેમજ પનીર શ્રીરામ પંજાબી એન્ડ ચાઈનીઝ, રોનક કોમ્પલેક્ષ, વૃદ્ધાશ્રમની બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર, ગોંડલ રોડ ખાતેથી કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા.