સ્વચ્છ સર્વેક્ષણ 2024-25, રાજકોટ ગુજરાતમાં ત્રીજા અને દેશભરમાં 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યું
ફિડબેક ઈમાનદારીથી ન લેવામાં આવ્યાનું પણ સામે આવ્યું, ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા મોલ સહિતના સ્થળે રૂબરૂ જઈ લેવાના બદલે મોલના મેનેજર સહિતનાને પોઝિટીવ ફીડબેક આપવા કહેવામાં આવ્યું
- Advertisement -
રૈયા રોડ પર આવેલી બાબુભાઈ વૈધમાં મેમ્બરશીપ લેવા આવતા લોકો પાસેથી ઓટીપી મેળવી પોતાની રીતે જ ફીડબેક આપ્યા હતા
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ રાજકોટ મનપાને 22.50 કરોડનો દંડ ફટકાર્યો હતો
થોડા દિવસ અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ રાજકોટ મહાપાલિકાને તેના નાકરાવાડી ખાતેના ઘન કચરા ડમ્પિંગ સાઇટમાંથી નિર્ધારિત સમયમર્યાદામાં 7.5 લાખ મેટ્રિક ટન ‘લેગસી’ કચરો સાફ કરવામાં નિષ્ફળ રહેવા બદલ પર્યાવરણીય નુકસાન વળતર તરીકે 22.50 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ કોર્પોરેશને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. રાજકોટ શહેરને સમગ્ર ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા બાદ ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. સૌથી મહત્વની વાત એ છે કે, સિટીઝન ફીડબેકમાં રાજકોટને સમગ્ર દેશમાં ચોથો ક્રમ મળ્યો છે. જેમાં ગોલમાલ થયાનું સામે આવ્યું છે. રૈયા રોડ પર આવેલી બાબુભાઈ વૈધ લાઈબ્રેરીમાં જે વિદ્યાર્થીઓ નવી મેમ્બરશીપ માટે આવે છે તેના મોબાઈલ નંબરના ઓટીપી લઈ જાતે જ સ્વચ્છતાનો સરવે કરી દેવામાં આવે છે. એનો મતલબ એ થયો કે, આખા રાજકોટમાં આ લાઈબ્રેરી અથવા વોર્ડ ઓફીસમાંથી આવી રીતે ફીડબેક લેવાયા હશે તેવું જણાઈ રહ્યું છે. જો નાગરિકોને સ્વચ્છતા સર્વેક્ષણ અંગે વિશેષ પૂછવામાં આવે અથવા તેમને જાતે જ ફોર્મ સબમિટ કરવામાં આવે તો સાચો સર્વેક્ષણ થયો ગણાય. સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો ક્રમ સુધારવામાં સફાઈ બાબતે લોકોના ફિડબેકનો પણ સિંહફાળો રહ્યો છે પરંતુ આ ફિડબેક ઈમાનદારીથી ન લેવામાં આવ્યાનું પણ સામે આવ્યું છે. ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા મોલ સહિતના સ્થળે રૂબરૂ જઈ લેવાના બદલે મોલના મેનેજર સહિતનાને પોઝિટીવ ફિડબેક આપવા કહેવામાં આવ્યું હોવા સહિતના મુદ્દા મ્યુનિ.કમિશનરના ધ્યાન પર આવી જતાં તેમણે આ ‘રમત’ પકડી પાડતાં વોર્ડ ઓફિસરો દોડતાં થઈ ગયા હતા. રીયુઝ, રીડ્યુઝ, રીસાયકલની વાતો કરતી રાજકોટ મનપા સ્વચ્છતા બાબતે સાવ નિષ્ફળ ગઈ છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ અને ઉડતી ધૂળ વચ્ચે રાજકોટનો ગુજરાતમાં ત્રીજો ક્રમ આવે તે વાત ગળે નથી ઉતરતી.



