રહેવા લાયક અને માણવાલાયક રાજકોટનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ આપતા મ્યુ. કમિશનર અમિત અરોરા : ગત વર્ષના બજેટમાં 406 કરોડની ખાધ: રિવાઇઝડ બજેટ 2275 કરોડમાંથી 1885 કરોડનું કદ કર્યું : પુનિતનગર ચોકમાં ફલાય ઓવરબ્રિજ : કોઠારીયા ગામમાં નવું સ્મશાન : વોર્ડ નં. 1, 3, 6 તથા 17માં નવા કોમ્યુનિટી હોલ બનાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
મનપાનું વર્ષ 2022-23નું 2334.95 કરોડનું બજેટ મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ આજે સવારે 10 વાગ્યે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યુ હતુ. 2021-22માં ગત વર્ષના બજેટમાં આવકના અંદાજો પૂર્ણ થઈ શકયા નહિં તેના કારણે બજેટમાં 406 કરોડની ખાધ આવી છે. નવા ભળેલવાયેલ મુંજકા, ઘંટેશ્વર, મોટા મૌવા, માધાપર સહિતના પાંચ ગામના રસ્તા, ડ્રેનેજ, પાણી સહિતની સુવિધા માટે 4916.66 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત નવા નાણાકીય વર્ષની વાહન વેરામાં 0.50 ટકાનો 2% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ દરમાં વધારાથી 15 કરોડની વધારાની આવક ઉભી થશે. મ્યુ . કમિશ્નર શ્રી અરોરાએ બજેટની વિસ્તૃત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્યુ હતુ કે, રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે ત્યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે ત્યારે મ.ન.પા. આ પડકારને પહોંચી વળશે તેવી આશા સાથે વર્ષ 2022-23નું આ બજેટ રજુ કર્યું છે.
1.5 કરોડના ખર્ચે વૅક્સિનેશન સેન્ટર બનશે
આજના ડ્રાફ્ટ બજેટમાં 1.5 કરોડના ખર્ચે વેક્સિનેશન સેન્ટર અને કોઠારીયામાં 24 કલાક ધમધમતું હેલ્થ સેન્ટર બનાવવાની જાહેરાત કરાઈ છે. આ સાથે સ્કૂટર લોડિંગ રીક્ષા, મીની ટ્રક, ફોર વહીલર લોડિંગ ટેમ્પો, ઓટો રીક્ષા માટે 2.5 ટકા આજીવન વાહન વેરો લગાવવામાં આવ્યો છે. જેમાં 3.99 લાખથી વધુના વાહનો માટે 2 ટકા લેખે 25 લાખથી વધુનાવાહનો માટે 4 ટકા અને 50 ખથી વધુના વાહનો માટે 5 ટકા લેખે વાહન વેરો નક્કી કરાયો છે. આજે નવા કોઈ કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
વેરાની આવક 250 કરોડ સુધી પહોંચે તેવો અમારો લક્ષ્યાંક
કોર્પોરેશન ની આર્થિક સ્થિતિ પર પણ મ્યુનિ. કમિશનરે નિવેદન કરતા જણાવ્યું હતું કે, કોરોનાની અસર માણસો પર પડી છે, સંભવ છે કે સંસ્થા પર પણ તેની અસર પડે. વેરા મામલે અત્યાર સુધીમાં 208 કરોડની આવક થઈ છે. આવક વેરાની આવક 250 કરોડ સુધી પહોંચે તેવો અમારો લક્ષ્યાંક છે.