કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પૂરીના વરદ હસ્તે નાયબ કમિશનર અનિલ ધામેલિયાએ સર્ટિફિકેટ સ્વીકાર્યુ
ખાસ-ખબર સંવાદદાતા
સરકારી કર્મચારીઓની ક્ષમતામાં વૃધ્ધિ અને કામગીરીમાં પરિવર્તન લાવવા અને ભારત સરકારશ્રીના માનવ સંસાધન વ્યવસ્થાપનમાં પ્રણાલીગત સુધારા લાવવાના ઉદ્દેશ્ર્ય સાથે સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડીંગ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ ’મિશન કર્મયોગી’ શરૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનની આગેવાની હેઠળ નાગરિકોની બદલાતી જરૂરિયાતો અને આકાંક્ષાઓને સંબોધવા માટે નાગરિક સેવાઓને વધારવા માટે હાથ ધરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાના આ ઉચ્ચત્તમ પ્રયાસના કારણે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક મેળવ્યો છે.
’મિશન કર્મયોગી’ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ યોજવામાં આવેલ જેમાં કર્મચારી/અધિકારીશ્રીઓના વહીવટી અને તકનિકી જ્ઞાનને વધારવા તેમજ તેનું અમલીકરણ નાગરિકોની સેવાઓમાં સુધારો લાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાએ પોતાના આ ઉચ્ચત્તમ પ્રયાસના કારણે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક મેળવેલ છે. આ અન્વયે તા. 05/10/2023ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં કેન્દ્રિય મંત્રી (હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ) હરદીપસિંહ પૂરીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અનિલ ધામેલિયાએ કેન્દ્ર સરકારનું આ સર્ટિફિકેટ સ્વીકાર્યુ હતું.