શહેરના કુલ 23 આરોગ્ય કેન્દ્રો મારફત 700 બુથ મારફત જન્મથી પાંચ વર્ષ સુધીના કુલ 1,69,422 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
ભારત સરકારશ્રીના બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત પોલિયો વિરોધી રસી આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલિયો દિવસ અન્વયે શહેરના 23 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરના કુલ 23 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત સંચાલિત કુલ-700 બુથ પર જન્મથી શરૂ કરીને પાંચ વર્ષ સુધીના કુલ 1,69,422 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી. આ રસીકરણ ઝુંબેશમાં કુલ-3000થી વધારે કર્મચારીઓ જોડાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત શહેરના વોર્ડ નં.2માં બજરંગવાડી સર્કલ પાસે આવેલ બજરંગવાડી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા વોર્ડ નં.16માં પ્રણામી ચોક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો વિરોધી રસી આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. વોર્ડ નં.2માં 70-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તેમજ વોર્ડ નં.16માં 68-વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય કરી રસીકરણ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ.
આ રસીકરણ કાર્યક્રમમાં કુલ 87% જેટલા બાળકોને રસી આપવામાં આવી. આ રસીકરણ કાર્યકમ પૈકી રસીકરણથી બાકી રહેતા બાળકોને મેડીકલ સ્ટાફ મારફત આગામી ચાર દિવસમાં તેમના ઘરે જઈને પોલિયો વિરોધી રસી આપી સુરક્ષિત કરવામાં આવનાર છે.