લોક સંસદ વિચાર મંચની લેખિત રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોક સંસદ વિચાર મંચના દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર), ગજેન્દ્રસિંહ ઝાલા, નાગજીભાઈ વિરાણી અને એડવોકેટ ઈન્દુભા રાઓલે સંયુક્ત નિવેદન આપી જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવેલી સરકારી મોટરકારોનો જનસેવાના બદલે અંગત કામોમાં દુરુપયોગ થઈ રહ્યો છે. શહેરમાં દરરોજ 100 કિમીથી વધુ પ્રવાસ થતો હોવા છતાં વોર્ડ વિસ્તારમાં પદાધિકારીઓની કાર ભાગ્યેજ નજરે પડે છે. વિચાર મંચના જણાવ્યા મુજબ તાજેતરમાં શાસક પક્ષના નેતા દ્વારા ફાળવેલી કાર ગાંધીનગર જવાને બદલે અંબાજી, દ્વારકા અને સોમનાથ જેવા ધાર્મિક વિસ્તારોમાં વપરાઈ હતી. કાર પર ગેરકાયદેસર સાઇરન લગાડવાનો પણ આક્ષેપ થયો છે. અગાઉથી જ આવા વાહનો શાકભાજી લેવા, બાળકોને શાળાએ મુકવા કે સંબંધીઓને પહોંચાડવા માટે વપરાતા હોવાનું ફલિત થયું છે. ઇંધણ પર લાખો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ થતો હોવાનો પણ આક્ષેપ છે. વિચાર મંચે રાજકોટ પોલીસ કમિશનર અને મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી છે કે ફાયર બ્રિગેડની લોગબુક, ડ્રાઇવરના નિવેદન અને કુ%