રાજકોટની બજાર ફટાકડાથી ઉભરાઈ: ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ લાગ્યા
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે લોકો ઘરની સાફ-સફાઇથી લઇને સજાવટની વસ્તુઓ, નવા કપડા, જ્વેલરી વગેરેની ખરીદી કરી રહ્યા છે. પરંતુ ફટાકડા વગરની દિવાળી તો અધૂરી ગણાય છે. ત્યારે રાજકોટની બજારોમાં અવનવા ફટાકડાની વેરાયટી જોવા મળી રહી છે.
- Advertisement -
દિવાળી નજીક આવતાં જ શહેરના રસ્તાઓ ઉપર અને ગલી મહોલ્લાના નાકે ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ લાગી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં ફટાકડાની અવનવી વેરાયટી આવી છે.
- Advertisement -
જેમાં નાના બાળકો માટે ફૂલઝર, ચકરડી, કોઠી, રોકેટ, નાના-મોટા બોમ્બ, ભીત ભડાકા, પોપપોપ તો છે જ આ સિવાય ગોલ્ડન ડક, ફ્લેશ ગન, સુપર ડ્રોન, બંદૂક સહિતની વેરાયટીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.