ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ જીઆઈડીસીમાં રીવાઈડીંગની દુકાનમાંથી ચોરી કરનાર રાજકોટના શખ્સને પોલીસે ઝડપી લઈ અન્ય ત્રણ ફરાર શખ્સને પકડી લેવા તપાસ હાથ ધરી હતી. જોષીપરા ગંધારીવાડી નજીક રહેતા ચંદુલાલ ભગવાનજીભાઈ કાપડીયાની જૂનાગઢ જીઆઇડીસી 2માં આવેલ ક્રિષ્ના મોટર રીવાઈડીંગની દુકાનમાં ગઈ તારીખ 24 મેના રોજ રાત્રિના તસ્કરો દુકાનની -બારીનો દરવાજો અને જાળીની ગ્રીલ તોડી પ્રવેશ્યા હતા અને કોપર સ્ક્રેપ સહિત કુલ રૂપિયા 96,700ના ઈલેક્ટ્રીક સામાનની ચોરી કરીને ફરાર નાસી ગયા હતા. ઘટના અંગે વેપારીએ ગુરુવારે રાત્રે ફરિયાદ કરી હતી. દરમ્યાન નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી હ્યુમન સોર્સથી બાતમી મળતા એ ડિવિઝનના આર. કે. પરમારના પીએસઆઇ માર્ગદર્શનમાં વાય. એન. સોલંકીની ટીમે વોચ ગોઠવીને ગિરનાર દરવાજા પાસેથી રાજકોટમાં રામાપીર ચોકડી મફતિયાપરામાં રહેતો નરેશ બાબુભાઈ દુધરેજીયાને ચોરીના મુદામાલ સાથે રિક્ષામાં આવતો પકડી લીધો હતો.શખ્સ પાસેથી કોપરના વાયસ સહિત રૂપિયા 55,000નો સામાના અને રૂપિયા 75,000ની કિંમતની જીજે 03 સીટી 1846 નંબરની રીક્ષા સહિત 1.30 લાખનો કબજે લીધો હતો. પૂછપરછમાં રાજકોટનો ચેતન દેવીપુજક, કિશન ઉર્ફે બાવ દેવીપુજક અને દીકુ હરિભાઈ દેવીપુજક દુકાન ચોરીમાં સાથે હોવાનું આરોપીએ જણાવ્યું હતું. તપાસનીશ લેડી પીએસઆઈ વી. એલ. લખધીરે વાયર ચોર નરેશ બાબુ ને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવીને વધુ પૂછપરછહાથધરીહતી.
જૂનાગઢમાં રિવાઇન્ડિંગની દુકાનમાંથી ચોરી કરનાર રાજકોટનો શખ્સ પકડાયો: 1.30 લાખનો મુદ્દામાલ કબજે
