ગિફ્ટ વિતરણ, જમણવાર અને ડિરેકટરી વિમોચન સાથે પ્લેટિનમ યરની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનું અગ્રણી એસોસિએશન-રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનની સ્થાપના 1951માં થયેલ, આજે 2025માં 75 વર્ષ સાથે પ્લેટીનીયમ પર્વની ઉજવણી આખું વર્ષ 2025 પ્લેટીનીયમ યર ઉજવવાના ભાગરૂપે તા. 9 નવેમ્બર, 2025માં હોટલ કેશવમ, કાલાવડ રોડ, કોસ્મોપ્લેક્ષ સિનેમાની બાજુમાં, જમણવાર સાથે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ.
2025માં બે શાહી જમણવાર, બે વખત આકર્ષક ભારે ગીફટ અર્પી, ડીરેકટરી વિમોચન સાથે પ્લેટીનમ યરની ઉજવણી કરી. આ વખતનું સ્નેહમિલન વધુ આત્મીય બને, વધુ પોતીકુ બને અને પ્લેટીનીયમ યર એક સુખદ સંભારણું બને, એસોસિએશનના દરેક સભ્યોને વેપારમાં વૃદ્ધિ થાય, સભ્ય પરિવારનો એકતાનો દોર વધુ મજબૂત થાય તેવો પ્રયત્ન છે.
- Advertisement -
કાર્યક્રમના પ્રારંભમાં પિયુષભાઈ પટેલે સર્વે સભ્યોને ડાયસ પર આવવા આમંત્રણ આપેલ. માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલે સર્વેને આવકારેલ. ત્યારબાદ પ્રમુખ જયંતીભાઈ ટીલવાએ દિવંગત વિજયભાઈ રૂપાણી તથા એસોસિએશનના સભ્ય પરિવારના સભ્યને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પેલ. ત્યારબાદ પ્લેટીનમ યર ઉજવણી તથા આખા વર્ષનો ચિતાર સંક્ષેપમાં રજૂ કર્યો. નવી વરાયેલી કારોબારીની સભ્યો પરિવારની હર્ષ સાથે બહાલી લેવામાં આવેલ. માનદ મંત્રી અશ્ર્વિનભાઈ ગત સાધારણ સભાની મિનિટનું વાંચન કરેલ. ગત સત્ર 2022થી 2025નો અહેવાલ રજૂ કરેલ અને ત્રણ વર્ષ આવક-જાવક રજૂ કરેલ ત્રિવાર્ષિક અહેવાલના સાધારણ સભામાં બહાલી મેળવી સંવત 2025થી 2028માં નવા વરાયેલા હોદ્દેદારોમાં પ્રમુખ જયંતીભાઈ ટીલવા, ઉપપ્રમુખ જીતુભાઈ મહેતા, માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલની નવી વરણી બદલ પુષ્પમાળા અર્પીને સન્માનસહ અભિવાદન કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવેલ. વિશેષ સન્માન ભાગરૂપે પૂર્વ પ્રમુખ મનસુખભાઈ પટેલે વર્ષોથી એસોસિએશનની સારી કામગીરી બદલ પ્રમુખ જયંતીભાઈ ટીલવા, માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલનું પુષ્પમાલા, શાલથી સન્માનસહ અભિવાદન કરવામાં આવેલ. આજના જમણવારના ખર્ચની બહાલી જીતુભાઈ મહેતાએ સાધારણ સભા પાસેથી મેળવેલ. આભારવિધિ વિપુલભાઈ કણસાગરાએ કરેલ. અંતમાં રસપ્રચુર સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી છૂટા પડેલ. સમયસર જે વહેલા આવેલ તેવા 21 સભ્ય પરિવાર નામી કંપનીની ગીફ્ટ પ્લેટીનમ વર્ષ નિમિત્તે આપવામાં આવેલ. દરેક વેપારીને તેના વેપારમાં ઉઘરાણી એક માસમાં આવી જાય તેવી ફોર્મ્યૂલા રજૂઆત કરવામાં આવેલ. જે સર્વે ઉપસ્થિત સભ્ય પરિવારે હર્ષ સાથે વધાવી લીધેલ ને એસોસિએશનની જાગૃતતા તથા કામગીરીની પ્રસન્નતાનો સૂર ઉઠ્યો હતો ને નવી કારોબારીમાં પૂરો વિશ્ર્વાસ અનુભવ્યો હતો. કાર્યક્રમનું એન્કરીંગ સેવા પિયુષભાઈ પટેલે પૂરી પાડેલ. સંચાલન પૂરી કારોબારીએ કરેલ.
રાજકોટની જીવાદોરી ગણાતા ઓઈલ એન્જિન તથા અન્ય મશીનરી પાર્ટ માટે રાજકોટ શ્રેષ્ઠ માર્કેટ સાથે ઈન્ડસ્ટ્રીયલ માલ માટે રાજકોટ હબ છે. ઈન્ડિયાનું રાજકોટ શહેર ગ્રોથ એન્જિન છે. રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનને છેલ્લા 75 વર્ષ ઘણા ચડાવ-ઉતાર જોયા છે અને તેમાં સફળતાપૂર્ણ બહાર નીકળીને આજે એસોસિએશન 75 વર્ષ પૂરા કરવા તરફ આગળ વધી પ્લેટીનમ યરની ઉજવણી કરી રહ્યાં છીએ. 30મી માર્ચ 2025એ એસોસિએ શનના સિનિયર સિટીઝન વડીલોનું વડીલ વંદના ભાગરૂપે તમામ 80 વર્ષ મોટી ઉંમરના તમામનો શાલ ઓઢાડી, પુષ્પહાર કરી સારા પુસ્તકો તથા ડ્રાયફ્રુટ પેકેટ, મોમેન્ટો સ્વરૂપે આપી સન્માન કરેલ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે એક આકર્ષક ફોર કલરમાં દળદાર ડિરેકટરીનું વિમોચન કરવામાં આવેલ, જે ડિરેકટરીમાં તમામ સભ્યોના નામ, મોબાઈલ નંબર, વેબસાઈટ, ઈ-મેઈલ એડ્રેસ સહિતની માહિતી, ધંધાનો પ્રકાર, પૂરુ એડ્રેસ સહિત માહિતીસભર ડિરેકટરી વિનામૂલ્યે દરેક સભ્યને આપવામાં આવેલ.
મે 2025માં ત્રિવાર્ષિક ચૂંટણી ડીકલેર કરવામાં આવેલી. જેમાં પ્રમુખ જયંતીભાઈ ટીલવા (યોગેશ મશીનરી સ્ટોર્સ), ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ મહેતા (મહેતા એન્જિનિયરીંગ), માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલ (ગીતા એન્જિ. કોર્પો.), સહમંત્રી મુકેશભાઈ વડગામા (હરેશ એન્જિ. કુાં.), ટ્રેઝરર તરીકે પ્રકાશભાઈ કોરડીયા (વેસ્ટર્ન લુબી ઈન્ડ.) કારોબારી સભ્ય તરીકે પિયુષભાઈ પટેલ (કિરીટ એન્જિ. કોર્પો.), પ્રકાશભાઈ અંબાણી (જય ખોડીયા એન્જી. કોર્પો.), વિપુલભાઈ કણસાગરા (સાગર ટ્રેડર્સ), રાકેશભાઈ રૂપારેલ (રોયલ સ્ટીલ), જીતેશભાઈ પરસાણીયા (માધવ ટ્રેડીંગ કુાં.), વરુણભાઈ પટેલ (માય જીઈસીસી વી-બેલ્ટ એન્ડ હાર્ડવેર પ્રા. લિ.), નિલેશભાઈ પનારા (તીરુપતિ કોર્પો.), અતુલભાઈ કુવારદિયા (એવરશાઈન ઈન્ડસ્ટ્રીઝ)ની બિનહરીફ વરણી થઈ. પ્રમુખ જયંતીભાઈ ટીલવા, માનદ મંત્રી અશ્ર્વિનભાઈ વર્ષોથી આ સંસ્થાને સદ્ધર અને નિર્વિવાદ રહી દરેકને સાથે રાખી લોકભોગ્ય કાર્ય કરી રહી છે તે જ ચૂંટણીમાં બિનહરીફ થાય એ શ્રેષ્ઠ ઉમદા ઉદાહરણ છે.
- Advertisement -
નવી વરાયેલ કારોબારી સભ્યો મુકેલ વિશ્ર્વાસને ફળીભૂત કરીશું તેવી જનરલ બોડીની મિટીંગમાં બહાલીની અપેક્ષાએ જૂન 2025માં પ્લેટીનીયમ યરની ઉજવણીને આગળ વધારતા 2022થી 2025 તમામ સભ્યો પરિવાર આકર્ષક ભારે કંપની ગીફ્ટ અર્પેલ અને આ ઓક્ટોબર માસ દિવાળી નિમિત્તે 2025થી 2028ના તમામ સભ્ય પરિવારને કાજુ-બદામ- પિસ્તા ભરેલ ડ્રાયફ્રુટ પેકેટ-1 દરેક સભ્ય પરિવારની ઓફીસ પહોંચતું કરી નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા અને સમાપનના ભાગરૂપે નવેમ્બર માસમાં સ્નેહમિલન સાથે રસપ્રચુર સ્નેહમિલન જમણવારનું આયોજન કરેલ છે. ઉપરોક્ત દરેક સદ્કાર્યમાં સભ્ય પરિવારનો પૂરો સહયોગ મળી રહે છે તે બદલ દરેક સભ્ય પરિવારનો ખૂબ ખૂબ આભાર. નવેમ્બરમાં સભ્ય પરિવાર પાસેથી બજેટ 2026 માટે સૂચનો મંગાવી લીધા છે, જેની ડિસેમ્બર આખર સુધીમાં અસરકારક રજૂઆત કરી આગામી બજેટમાં આપણા એસોસિએશનના સભ્યોને તથા રાજકોટની આમજનતાને કેમ ટેક્ષ ફાયદો થાય તે માટે સતત જાગૃત રહી રાજકોટનું એકમાત્ર અગ્રણી એસોસિએશન-રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશન છે, જે સભ્ય પરિવારની માગણીને વાચા અપાવે છે.



