27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ કાર્યક્રમોની રમઝટ: દુંદાળાદેવની દરરોજ પૂજા-અર્ચના કરી ધર્મપ્રેમી જનતા દ્વારા રાત્રે 8-00 કલાકે મહાઆરતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સતત 17માં વર્ષે ભૂદેવ સેવા સમિતિ દ્વારા ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે ગણપતિ ઉત્સવના ભાગરૂપે રાજકોટ કા મહારાજાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તા. 6 સપ્ટેમ્બર શનિવાર સુધી ચાલશે. આ વર્ષે પણ ભગવાન શ્રી ગણેશજીની 9 ફૂટ જાજરમાન ઈકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રતિમા સાથે બિરાજમાન રહેશે.
નવાઈની વાત એ છે કે વિઘ્નહર્તા શ્રી ગણેશની 9 ફૂટની વિશાળ પ્રતિમાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે તથા પૂજા-પાઠ દ્વારા સ્થાપન કરવામાં આવશે. વિશાળ ડોમ, મંડપ, લાઈટીંગ, શૃંગાર, ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સાથે રોજ સાંજે 8-00 કલાકે મહાઆરતી કરવામાં આવશે, જેમાં ભૂદેવ પરિવારો તથા શહેરના વિવિધ અગ્રણીઓ તેમજ શહેરના ધર્મપ્રેમી ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવશે.
ગણેશ સ્થાપનના 11 દિવસના ભવ્ય ઉત્સવમાં પ્રથમ દિવસે તા. 27 બુધવારના રોજ બપોરના 3-30 કલાકે શ્રી ગણેશજીનું વિધિવત શાસ્ત્રી જયભાઈ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વાજતે-ગાજતે ઢોલ-નગારા સાથે સામૈયુ કાઢી પધરામણી કરવામાં આવશે.
તા. 28 ગુરુવારના રોજ ગણેશ મહોત્સવ ખાતે સાંજે 7-00 કલાકે દત્ત બાવનીના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 29 શુક્રવારના રોજ સાંજના 7-00 કલાકે ગણેશ મહોત્સવ ખાતે સુશોભન આરતી સ્પર્ધા, તા. 30 શનિવારના રોજ રાત્રિના 9-00 કલાકે હનુમાનચાલીસાના પાઠ, તા. 31 રવિવારના રાત્રે 8-15 વાગ્યે 108 દીવડાની ભવ્યાતિભવ્ય મહાઆરતી, તા. 1 સોમવારના રોજ ભૂદેવ સેવા સમિતિના પરિવારના બાળકો દ્વારા તેમજ ધર્મપ્રેમી જનતાના બાળકો માટે સાંજના 7-00 કલાકે આકર્ષક વેશભૂષા કાર્યક્રમ, તા. 2 મંગળવારના રોજ સાંજે 7-00 કલાકે ગણેશ અથર્વશીર્ષના પાઠ, તા. 3 બુધવારના રોજ ગણેશ મહોત્સવમાં સાંજે 6-00 કલાકે ધર્મપ્રેમી જનતા માટે અન્નકૂટના દર્શન, તા. 4 ગુરુવારે બપોરના 4-00 વાગ્યે ભગવાન શ્રી સત્યનારાયણની કથા, તા. 5 શુક્રવારે સાંજે 7-00 કલાકે સર્વરોગ નિદાન કેમ્પ અને તા. 6 શનિવારના બપોરે 2-00 કલાકે વાજતે-ગાજતે ભાવભીના હૃદયે ગજાનંદ ગણપતિ દાદાનો વિસર્જન આજી નદી ખાતે કરવામાં આવશે.
ધર્મોત્સવને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસભાઈ ત્રિવેદીની આગેવાની હેઠળ મયુરભાઈ વોરા, વિશાલભાઈ આહ્યા, પરાગભાઈ મહેતા, ભરતભાઈ દવે, વિક્કીભાઈ ઠાકર, માનવભાઈ વ્યાસ, વિરલભાઈ જોષી, ચેતનભાઈ દુસારા, પ્રશાંતભાઈ ઓઝા, મીતભાઈ ભટ્ટ, જયભાઈ ત્રિવેદી, વિશાલભાઈ ઉપાધ્યાય, જીજ્ઞેશભાઈ પંડ્યા, દિલીપભાઈ જોની સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.



