‘ન્યૂ ઈન્ડિયા’ના પ્રણેતા તથા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન 27 અને 28 જુલાઈ 2023ના રોજ ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. તેઓ 27મી જુલાઈ 2023ના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાનએ જ ચોટીલા પાસે આવેલા હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના વરદહસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ઉત્સાહનો માહોલ છે.
મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર
વર્ષ 2017માં ભૂમિપૂજન બાદ નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે સમજૂતિ કરાર થયા હતા. રાજકોટ તેના નાના પાયાના તેમજ મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. આ શહેર વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે જટિલ પુરવઠા શૃંખલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જેમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે. આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, જે બદલામાં રોજગારીની નવી તકો પેદા કરશે.
- Advertisement -
નવા એરપોર્ટને કારણે રાજકોટમાં ઘણો વ્યાવસાયિક વિકાસ પણ થશે
આ ઉપરાંત, નવા એરપોર્ટને કારણે રાજકોટમાં ઘણો વ્યાવસાયિક વિકાસ પણ થશે. આ એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર સ્થિત છે, જેના કારણે આ એરપોર્ટ આ વિસ્તારમાં આવેલા બહુવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો કરશે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના અન્ય ઉદ્યોગો પણ એર કનેક્ટિવિટી માટે રાજકોટ પર નિર્ભર છે. આ નવું એરપોર્ટ ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લીયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે.
The newly constructed Rajkot International Airport of #Gujarat is all set to be inaugurated. With state-of-the-art infrastructure and modern amenities, it promises to provide passengers with a seamless and comfortable travel experience. #RajkotAirport@AAI_Official @aairedwr pic.twitter.com/tFFB1aWvnp
— રાજકોટ એરપોર્ટ Rajkot Airport (@aairajairport) July 25, 2023
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉડતી નજરે
► એરપોર્ટનો કુલ વિસ્તાર 2534 એકર
► રન-વેની કુલ લંબાઈ 3040 મીટર (3.04 કિ.મી.)
► રન-વેની કુલ પહોળાઈ 45 મીટર
► એક સાથે 14 વિમાનો થઈ શકશે પાર્ક
► 50800 મીટરનો એપ્રેન બેય્ઝ
► 23000 ચો.મી.નું પેસેન્જર ટર્મિનલ
► દર કલાકે 1280 મુસાફરો કરી શકશે અવર-જવર
► કુલ 1405 કરોડનો ખર્ચ
► હાલ ‘સી’ ટાઈપ પ્લેનનું સંચાલન થશે, ભવિષ્યમાં ‘ઈ’ ટાઈપ પ્લેન પણ ઉડાન-ઉતરાણ કરશે
► એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટમાં એરબસ એ-380, બોઈંગ-747 અને બોઈંગ-777 કક્ષાના પ્લેન ઉતરશે
► સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ, રેઈન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ
► પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઈન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, એમઆરઓ અને હેન્ગર્સની સુવિધા
► એર ટ્રાફિક કંટ્રોલર (એટીસી), ઈન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન 524 એકરમાં ફેલાયેલું
► 4 પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, 3 ક્ધવેયર બેલ્ટ અને 8 ચેક-ઈન કાઉન્ટર્સની વ્યવસ્થા ઉભી કરાશે
अध्यक्ष श्री संजीव कुमार ने हीरासर हवाई अड्डे का दौरा किया और प्रगति की समीक्षा की और AAI अधिकारियों के साथ बैठक की।@AAI_Official @aairedwr pic.twitter.com/hB1sFoX1xZ
— રાજકોટ એરપોર્ટ Rajkot Airport (@aairajairport) July 21, 2023
ગુજરાતનું પ્રથમ, દેશનું 12મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ: શા માટે તેને ગ્રીનફિલ્ડ કહેવાય છે ?
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે નિર્માણ પામનારું ગુજરાતનું પ્રથમ તો દેશનું 12મું એરપોર્ટ છે. રાજકોટ ઉપરાંત દૂર્ગાપુર, શિરડી, કન્નુર, પાક્યોંગ, કલબુગી, ઓરવાકલ (કુર્નૂલ), સિંધુદૂર્ગ, કુશીનગર, ઈટાનગર, મોપા અને શિવમોગા એરપોર્ટ એવા છે જેમનો સમાવેશ ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં થાય છે. જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થયું, કોઈ હયાત એરકોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ કરીને બનાવાયું ન હોય તેને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે.સામાન્ય રીતે શહેરની બહાર આવેલી ખેતીની કે વણવપરાયેલી જમીન પર શૂન્યમાંથી સર્જન કરીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે તેને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય છે. આવા પ્રોજેક્ટ માટે એવી જમીન સંપાદિત કરવામાં આવે છે જેનું માળખું ન્યુનત્તમ હોય છે જેનો ફાયદો એ છે કે જમીન પર કોઈ જૂનું બાંધકામ કે રોડ ન હોવાથી નવા પ્રોજેક્ટની ડિઝાઈન માટે કોઈ મર્યાદા નડતી નથી અને તુરંત જ નિર્માણકાર્ય શરૂ કરી શકય છે અને ખાલી જમીનનો ઉપયોગ વિકાસ થકી થાય છે.