છેલ્લા અઢી વરસથી ગૌચર જમીનના ગેરકાયદે દબાણ ઉપર લડાઈ લડતી મિશન માતૃભૂમિએ રાજકોટ જિલ્લાના કૌભાંડના ખુલાસા કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વધુમાં જાણકારી મુજબ મિશન માતૃભૂમિના કહેવા મુજબ રાજકોટ જિલ્લાનું 2023માં કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા હતા પરંતુ સ્થાનિક જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએથી કોઈ કાર્યવાહી થયેલ ન હતી, ત્યારબાદ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ફરિયાદો દાખલ કરાઈ હતી. તેમાં પણ કાર્યવાહી ન કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની ગૌચર જમીનની કાર્યવાહી માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને બે-બે વખત સ્પષ્ટ આદેશ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સસ્પેન્ડ અને કઠોર કાર્યવાહી કરવા માટે મિશન માતૃભૂમિએ હવે ન્યાય મંત્રાલયનો દરવાજો ખટખટાવ્યો છે. મિશન માતૃભૂમિ મોટી પરબડી અને ભાડેરની ગૌચર જમીન ખાલી કરવાની પણ ફરિયાદો દાખલ કરી હતી પરંતુ ત્યાં પણ ધોરાજીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા લલિત વસોયાએ ગૌચર જમીનની કાર્યવાહીમાં અડચણ ઊભી કરી હતી જેના પણ આક્ષેપ મિશન માતૃભૂમિ દ્વારા કરવામાં આવ્યા છે.
મિશન માતૃભૂમિ તેમ પણ કહ્યું હતું કે હાલમાં ડિમોલિશન બાબતે સરકારની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરતાં નેતાઓને કહ્યું હતું કે જો ડિમોલિશન કાર્યો અને એટલી પણ તકલીફ થતી હોય તો કાં તો તમારા સર્વે નંબર આપી દો અથવા તો સરકારની યોજનાઓનો લાઈવ લઈ શકાય છે પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે ગૌચર જમીન અને સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ ચાલી રહી છે અને જ્યારે સ્થાનિક કક્ષાએ પ્લોટીંગની માંગણી કરી તેમાં મકાન કે રહેણાંક વિસ્તાર બનાવી શકાય છે પરંતુ મોટાભાગના વ્યક્તિઓએ એવું ન કર્યું અને માંગણી કરવામાં ન આવી પરિણામ સ્વરૂપ ગૌચર જમીન અને સરકારી ખરાબ આમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે મકાન બનાવી દેવામાં આવ્યા છે. મિશન માતૃભૂમિએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ગૌચર જમીનમાં કાર્યવાહીમાં કોઈ હસ્તક્ષેપ ન કરે જો સ્થાનિક લેવલના નેતાઓ દ્વારા કોઈપણ જગ્યાએ ગૌચર જમીનની કાર્યવાહી કે તંત્રની કાર્યવાહીમાં અડચણ ઊભી કરશે તેના પુરાવા સહિત પરિણામ ભોગવવા માટે સ્થાનિક લેવલના નેતાઓ તૈયાર રહે તેવું પણ સ્પષ્ટ કહ્યું હતું અને ગૌચર જમીન કાર્યવાહીથી રાજકારણ દુર રહે બાકી કયા નેતા એ ક્યા શું કર્યુ છે એ તમામને ખબર છે જ એટલે ગૌચર જમીન સીવાય ગમે ત્યાં રાજકારણ રમો મીશન માતૃભુમિને વાંધો નથી પણ ગૌચર જમીન ખાલી કરવા બાબતથી દુર રહેવુ તમામ નેતાઓ માટે હિતાવહ રહેશે તેવું મિશન માતૃભૂમિનાં હરીશ રાવતે સ્પષ્ટ જણાવ્યું હતું.