ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ મથકમાં ચીલઝડપ અંગે એક ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાનો ભેદ ઉકેલવા એસપી હિમકરસિહની સૂચના અન્વયે એલસીબી પીઆઇ વિ વી ઓડેદરા અને ટીમે તપાસ હાથ ધરી હતી અને બાતમી આધારે રાજકોટના નાણાવટી ચોક રાજ રાજેશ્વરી સોસાયટીના વૃશાંત ઉર્ફે શ્યામ વિજયભાઇ ધનેશા અને ગોપાલ ચોકના નિસિત હિતેશભાઈ ચોક્સીની ધરપકડ કરી રોકડ 1,26,400, ગુનામાં ઉપયોગમાં લીધેલા 1.20 લાખના બે બાઇક, 30 હજારના બે મોબાઈલ, ડોંગલ, સીમકાર્ડ સહિત 2,76,600નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં વૃશાંત અગાઉ અમરેલી, રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરત, જેતપુરમાં હત્યા, ચોરી સહિત 9 ગુનાઓમાં અને નિસિત રાજકોટ, જુનાગઢ, જેતપુરમાં મારામારી સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.