પોલીસે રિમાન્ડ ના માંગતા વેલ્ડિંગ સુપરવાઈઝર મહેશ રાઠોડને જેલ હવાલે કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા ગઈકાલે મોડી રાતે રાજકોટ મનપાના ચીફ ફાયર ઑફિસર અને ડેપ્યુટી ફાયર ઑફિસર સહિત વધુ 3ની ધરપકડ કરવામાં આવી હતી. આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા બન્ને અધિકારીઓના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જો કે કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જ્યારે વેલ્ડિંગ સુપરવાઈઝરને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
- Advertisement -
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેમ ઝોન અગ્નિકાંડમાં લાપરવાહી દાખવનારા ચીફ ફાયર ઑફિસર આઈ.વી. ખેર, ડેપ્યુટી ફાયર ઑફિસર બી.જે. ઠેબા અને ગેમ ઝોનના વેલ્ડિંગ સુપરવાઈઝર મહેશ રાઠોડની ધરપકડ કરી હતી. જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા ચીફ ફાયર ઑફિસર અને ડેપ્યુટી ફાયર ઑફિસરના 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જો કે કોર્ટે સુનાવણીના અંતે બન્ને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જ્યારે પોલીસે રિમાન્ડ ના માંગતા વેલ્ડિંગ સુપરવાઈઝર મહેશ રાઠોડને જેલ હવાલે કરવામાં આવ્યો છે. બીજી તરફ ચીફ ફાયર ઑફિસરના વકીલે રિમાન્ડ પર સ્ટેની માંગ કરી હતી. જો કે સરકારી વકીલ તુષાર ગોકાણી, નિતેશ કથિરિયા અને સુરેશ ફળદુ, અજયસિંહની દલીલ બાદ બચાવ પક્ષના વકીલની રિમાન્ડ પર સ્ટેની માંગ ફગાવવામાં આવી છે. જણાવી દઈએ કે, ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ કરી રહેલી જઈંઝની તપાસમાં ફાયર ગઘઈ અંગે ફાયર ઑફિસરો દ્વારા લાપરવાહી દાખવવામાં આવી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે વધુ 3 આરોપીની ધરપકડ કરવા સાથે આ મામલે અત્યાર સુધીમાં ધરપકડનો આંક 15 પર પહોંચી ચૂક્યો છે.
અત્યાર સુધીમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, અને મનપાના ટીપીઓ (7) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, એટીપીઓ (8) ગૌતમ દેવશંકરભાઇ જોષી, એટીપીઓ (9) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઓફિસર (10) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (11) જયદીપ બાલુભાઈ ચૌધરી, (12) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર (13) ભીખાભાઇ જીવાભાઇ ઠેબા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશકુમાર વાલાભાઇ ખેર, અને ગેમઝોનમાં ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ ધરાવતા (15) મહેશભાઇ અમૃતભાઇ રાઠોડની ધરપકડ થઈ છે.
સાગઠિયાને જેલ હવાલે કરાશે, હવે એસીબી કબ્જો લેવા તજવીજ કરશે
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મિનિટ્સ નોટના ગુનામાં ટીપીઓ સાગઠિયા ક્રાઇમ બ્રાંચમાં રિમાન્ડ હેઠળ છે. તેના રિમાન્ડ આજે પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે. અને કોર્ટ તેને જેલ હવાલે કરી શકે છે. આ તરફ સાગઠિયા સામે એસીબીએ અપ્રમાણસર મિલકતો અંગે કેસ કરેલ છે. જેથી આ ગુનામાં સાગઠિયા જેલ હવાલે થયા પછી એસીબી તેનો કબ્જો લેવા તજવીજ હાથ ધરશે.