ઇજજઈ 144 હેઠળ દાખલ કેસ સામે એડવોકેટ અજયસિંહ ચૌહાણની દલીલને માન્ય રખાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મહે. ફેમિલી પ્રિન્સીપાલ કોર્ટ સમક્ષ આ કામના અરજદારે અમો સામાવાળા વિરુદ્ધ બી.એસ.એસ.સી. કલમ 144 હેઠળ ભરણપોષણ મેળવવા પતિ સામે અરજી દાખલ કરેલી હતી. રાજકોટ ખાતે રેલનગરમાં રહેતા અમો સામાવાળાના લગ્ન આ કામના અરજદાર સંગીતાબેન વા.-ઓફ. વિમલભાઈ પરમાર સાથે રાજકોટ મુકામે આશરે 14 વર્ષ પહેલા સગાઈ થયેલ હતી, ત્યાર બાદ તા.22-1-2007ના રોજ લગ્ન થયેલ હતા. આ કામના અરજદાર આદિત્ય સ્કૂલ, આમ્રપાલી રાજકોટ મુકામે સફાઈ કામદારની નોકરી કરવા જતા હતા અને નોકરી દરમ્યાન સમય પૂર્ણ થઈ જતો હોય તેમ છતાં આ કામના અરજદાર સમયસર ઘરે આવતા નહીં અને આ કામના અરજદાર બપોરના બદલે સીધા સાંજે ઘેર પરત આવતા હતા અને પોતાની ઈચ્છા મુજબથી સ્વચ્છંદી વર્તન કરતા હતા.
ત્યારબાદ અરજદારને સામાવાળા લગ્નજીવનથી એક પુત્ર નામે કાર્તિકનો તા. 30-7-2008ના રોજ જન્મ થયેલ હતો. સામાવાળાને થયેલ કે હવે અરજદાર માતા બનેલ છે તો તેનામાં વાણી, વર્તન અને સ્વચ્છંદી જીવન જીવવાના શૈલીમાં ફેરફાર થશે તેમ છતાં અરજદારમાં કોઈ પ્રકારના ફેરફાર થયેલા નહીં અરજદાર સામાવાળાને કહેતા કે આ બાળક મારા એકનું નથી તારુ પણ છે તું ધ્યાન રાખ કે તારા ઘરના ધ્યાન રાખે તો તેમાં કોઈ નવીનવાઈની વાત નથી. આ કામના અરજદાર ભગતસિંહજી ગાર્ડનની અંદર મહેશભાઈ પરબતભાઈ ઘાવરી નામના વ્યક્તિ સાથે રંગરેલીયા મનાવતા હોય તે અમો સામાવાળાના નજરે જોયા હતા. અરજદારે કહ્યું; હું લગ્ન પહેલાં આને જ પ્રેમ કરતી હતી પરંતુ મારા બાપે મને તારી સાથે પધરાવી દીધી. અમોએ સામાવાળા સાથે સમાધાનના પ્રયત્નો કરેલ પરંતુ એ શક્ય ન બન્યું. ત્યારબાદ આ કામના અરજદારે અમો સામાવાળાની સામે રાજકોટની ફેમિલી કોર્ટમાં અરજી કરી અને પોતાના માટે તથા પુત્ર કાર્તિકના ભરણપોષણની માંગ કરતી અરજી તા. 20-7-2021ના રોજ દાખલ કરેલ હતી. વકીલ અજયસિંહ એમ. ચૌહાણએ લંબાણપૂર્વકની દલીલ રજૂ કરેલ અને સામાવાળા છુટક કામકાજ કરી માસીક રૂા. 4000 જેવી આવક ધરાવે છે જે રજૂઆત કોર્ટમાં કરેલ હતી. આમ સામાવાળાના વકીલની આ તમામ દલીલોથી સહમત થઈ રાજકોટની ફેમિલી કોર્ટે પુત્ર કાર્તિકને માસીક રકમ રૂા. 3000 ભરણપોષણ પેટે નિયમિત ચૂકવવા તેવો આદેશ સામેવાળાને કરેલ અને અરજદારની ભરણપોષણની અરજી નામંજૂર કરતો શકવર્તી ચૂકાદો રાજકોટની ફેમિલી કોર્ટે ફરમાવેલ.
- Advertisement -
આ કામમાં સામાવાળા વિમલભાઈ રમેશભાઈ પરમાર વતી એડવોકેટ અજયસિંહ એમ. ચૌહાણ, ડેનિશ જે. મહેતા તથા તુષાર ડી. ભલસોડ એડવોક્ટ્સ રોકાયેલા હતા.