ગ્રામ્ય વિકાસના નવા માપદંડ સ્થાપિત કરનાર પ્રમુખની બે વર્ષની સફળ યાત્રા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગ્રામ્ય જનતાની સેવા, સમર્પણ અને વિકાસના ધ્યેય સાથે કાર્યરત જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીએ તેમના બે વર્ષના કાર્યકાળમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓને ગામડાં સુધી પહોંચાડતા રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યને લોકોમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા માટે જિલ્લા પંચાયતે અનેક નવી પહેલ કરી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, મહિલા-બાળ વિકાસ, પર્યાવરણ અને સામાજિક કલ્યાણ જેવા ક્ષેત્રોમાં જિલ્લા પંચાયત આગવી ઓળખ બનાવી શકી છે. પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું કે આગામી સમયમાં નવીન ટેકનોલોજી, ટકાઉ વિકાસ, પેપરલેસ વહીવટી તંત્ર, કૃષિ-રોજગાર અને યુવા કેન્દ્રિત યોજનાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે જિલ્લા વિકાસ અધિકારી, અધિકારીઓ-કર્મચારીઓ, પ્રભારી મંત્રી, સાંસદ-ધારાસભ્યો, સરપંચો, કાર્યકરો તથા નાગરિકોનો આભાર વ્યક્ત કરી કહ્યું કે સૌના સહયોગથી રાજકોટ જિલ્લાને વધુ સંપન્ન અને સમૃદ્ધ બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ.
નોંધપાત્ર સિદ્ધિઓ
સ્વભંડોળમાંથી રૂ. 11 કરોડના ખર્ચે ચેકડેમ, કોઝવે, પેવર બ્લોક સહિતના વિકાસ કાર્યો.
15મા નાણાપંચ હેઠળ રૂ. 8.23 કરોડથી સોલાર રૂફટોપ, ઈઈઝટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ.
595 ગ્રામ પંચાયતોમાં સોલાર મંજૂરી; 163 ગામમાં કાર્ય પૂર્ણ.
ગ્રામ પંચાયત વેરા વસૂલાતમાં 10%નો વધારો, પ્રોત્સાહક રકમ રૂ. 1.75 કરોડ.
સ્ટેટ ઓફ ધ આર્ટ જિલ્લા પંચાયત ભવનનું રૂ. 36 કરોડથી શિલાન્યાસ.
માર્ગ-મકાન વિભાગ દ્વારા રૂ. 420.75 કરોડના 232 કામો મંજૂર.
કૃષિ સબસિડી રૂ. 57.65 કરોડ 78,543 ખેડૂતોને.
આરોગ્ય ક્ષેત્રે ઙખઉંઅઢ હેઠળ 1.34 લાખ લાભાર્થીઓને રૂ. 403 કરોડની મફત સારવાર.
શિક્ષણમાં 122 નવા રૂમ, 10,629 બાળકોને છઝઊ હેઠળ મફત અભ્યાસ.
ઝઇ મુક્ત અભિયાનમાં 281 ગ્રામ પંચાયતો સફળ.