રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવા મંત્રીમંડળની રચના થઈ છે ત્યારે રાજયના નવનિયુકત કેબીનેટ મંત્રીશ્રીઓ તથા રાજયકક્ષાના મંત્રીઓ સાથે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર તથા રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની ઉપસ્થિતિમાં શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી, અને નવનિયુકત મંત્રીઓને શુભેચ્છાસહ અભિનંદન પાઠવ્યા હતા.



