વર્ગમાં પાર્ટીની પંચનિષ્ઠા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, મજબુત લોકતંત્ર, એકાત્મ માનવવાદ, બિનસાંપ્રદાયિકતા જેવા વિષયો પર માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લા ભાજપનો શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગો યોજાયા હતા. જેમાં પ્રથમ વર્ગ તા.04-09-2025ના રોજ નવા માર્કેટિંગયાર્ડ, ગોંડલ ખાતે, દ્વિતીય વર્ગ તા.05-09-2025ના રોજ સાંસદનું કાર્યાલય, ગોરસ, ઉપલેટા ખાતે, ત્રીતીય વર્ગ તા.06-09-2025ના રોજ માર્કેટિંગયાર્ડ, બેડી ખાતે તેમજ ચોથો વર્ગ તા.07-09-2025ના રોજ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રમુખઓની અધ્યક્ષતામાં શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયા હતા. શક્તિકેન્દ્રના સંયોજકોને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, મજબુત લોકતંત્ર, એકાત્મ માનવવાદ, હકારાત્મક બિનસાંપ્રદાયિકતા, મુલ્યો આધારિત રાજનીતિ, પાર્ટી સ્થાપના દિવસ, સમરસતા દિવસ, બલિદાન દિવસ, સુશાસન દિવસ, સમર્પણ દિવસ અને મન કી બાત તેમજ શક્તિકેન્દ્ર સંરચના, સંકલ્પના તથા ભૂમિકા અને બુથમાં કરવાના 6 કાર્યક્રમો, ચૂંટણીમાં શક્તિકેન્દ્ર સંયોજકની ભૂમિકા, ભાજપા ઈતિહાસ, વિકાસ, વિચાર પરિવાર તથા અનુશાસન, ટેકનીકલ સત્ર : સરલ એપ, નમો એપ, સોશિયલ મીડિયા તથા વ્હોટ્સએપ ગ્રુપ સંચાલન, ચર્ચા સત્રમાં પ્રશ્નોત્તરી અને સમાધાન સંબોધન સહીત વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.