રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે (રાજકોટ ડેરી) 2024-25ના નાણાકીય વર્ષમાં નોંધપાત્ર ₹80 કરોડનો નફો કર્યો છે. આ નફામાંથી, ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ₹60 લેખે કુલ ₹60 કરોડ સીધા તેમના ખાતામાં જમા કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજકોટ દૂધ સંઘ સાથે સંકળાયેલી 821 દૂધ મંડળીઓના 60,590 પશુપાલકો માટે ખુશીનો દિવસ લઈને આવ્યો છે. રાજકોટ ડેરીએ 2024-25માં ₹1142 કરોડનું જંગી ટર્નઓવર નોંધાવ્યું છે, જે તેની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને કુલ ₹117 કરોડ ચૂકવવામાં આવ્યા છે, જે પશુપાલકોના ઉત્થાન અને આર્થિક સદ્ધરતા માટે ડેરીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજકોટ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: પશુપાલકોને પ 60 કરોડનાં નફાનો હિસ્સો ચૂકવવામાં આવશે

Follow US
Find US on Social Medias