બાગ-બગીચે જતાં વૃદ્ધોને ટારગેટ કરી ગળામાં પહેરેલ સોનાના ચેઈનની ચીલઝડપ કરી નાસી જતો
સવારના સમયે વૃદ્ધોને ટારગેટ કરી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર તત્ત્વોને છરી અને અન્ય મુદ્દામાલ સાથે આજરોજ રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા.
- Advertisement -
રાજકોટ શહેર વિસ્તારમાં વહેલી સવારે મંદિરે અથવા પક્ષીઓને ચણ નાખવા તેમજ બાગ-બગીચે જતાં વૃદ્ધોને ટારગેટ કરી વૃદ્ધોએ ગળામાં પહેરેલ સોનાના ચેઈનની ચીલઝડપ કરી એક્ટિવા ચાલક નાસી જતો હોય જેથી આ બાબતેના બનતા ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ ડિટેક્ટ કરવા મનોજ અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન આધારે વી. કે. ગઢવી પોલીસ ઈન્સ્પેકટર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સીધા સુપરવીઝન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી તમામ ટીમોને અલગ-અલગ ટાસ્ક આપેલા જેમાં સીસી ટીવી કેમેરા ચેક કરવા તેમજ વહેલી સવારે સોસાયટીઓમાં આવેલા મંદિરોએ દર્શન આવતા વૃદ્ધો અને ચકલાને ચણ તેમજ ખીસકોલા, કીડીઓને ખોરાક નાખવા આવતા વૃદ્ધો ઉપર નજર રાખવા તેમજ અગાઉ આવા ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને ચેક કરવા વિગેરે કામગીરી સોંપવામાં આવેલ હતી.
આ કામનો આરોપી ચીલઝડપ કરી નાસી જતો અને આગળ જઈ અને પોતે જે શર્ટ કે ટી શર્ટ પહેરેલ હોય તે પોતાના વાહનની ડીકીમાં મુકી ડીકીમાં અન્ય શર્ટ તથા ટોપી રાખતો જે શર્ટ બદલાવી માથે ટોપી પહેરી પોતાની ઓળખ છુપાવતો. આમ 12 જેટલી ચીલઝડપ કરી આ શખ્સ ખુલ્લેઆમ ફરતો અને આજરોજ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપી અજીજ જુસબભાઈ ઉઠાર (ઉ.વ.47)ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.