તારીખ પે તારીખ મિલતી હૈ મગર ઇન્સાફ નહિ મિલતા, બોલિવૂડની દામિની ફિલ્મના સંવાદો લખનાર દિગ્દર્શક રાજકુમાર સંતોષીને રાજકોટની અદાલતે ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે.
ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી સામે રાજકોટના પાંચમા એડિ. સિનિયર સિવિલ જજ એન.એચ.વસવેલિયાની કોર્ટમાં ગુરુવારે કેસ ચાલી જતા રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. અને જો વળતરની રકમ નિયત સમયમાં ન ચૂકવે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો છે. ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી અને રાજકોટના બિલ્ડર અનિલભાઇ ધનરાજભાઇ જેઠાણી સાથે નાણાકીય લેતીદેતીના સંબંધો હોવાથી આર્થિક વ્યવહાર કર્યા હતા. તે પૈકી રાજકુમાર સંતોષીએ આપેલો રૂ.5 લાખનો ચેક બેંકમાંથી વસૂલાયા વગર પરત ફર્યો હતો.



