વિધાનસભા-68માં જ 10,000થી વધુ ફોર્મ નં. 7 ભરાતા વિવાદ; ’આપ’ દ્વારા કલેક્ટરને નોટિસ આપી જવાબદારો સામે ઋઈંછની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ચાલી રહેલા સઘન મતદાર સુધારણા કાર્યક્રમ (જઈંછ) દરમિયાન અચાનક 25,000થી વધુ મતદારોના નામ રદ કરવા માટેના ’ફોર્મ નંબર 7’ ભરાતા મોટો વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીએ આ મામલે સત્તાપક્ષ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જે-તે બૂથમાં ચોક્કસ પ્રકારના મતદારોને માર્ક કરીને તેમના નામ કમી કરવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે.
’આપ’ નેતા રાહુલભાઈ ભુવાએ જણાવ્યું કે, 19 જાન્યુઆરી સુધી કલેક્ટર કચેરીના આંકડા મુજબ માત્ર 40 થી 50 ફોર્મ જ આવ્યા હતા.
પરંતુ છેલ્લા બે દિવસમાં અચાનક જ સમગ્ર જિલ્લામાંથી 25,000 થી વધુ ફોર્મ ભરાઈને કચેરીએ પહોંચ્યા છે, જેમાં માત્ર વિધાનસભા-68 બેઠકના જ 10,000 થી વધુ મતદારોનો સમાવેશ થાય છે. આ ફોર્મ અન્ય વ્યક્તિઓ કે ત્રાહિત પક્ષકારો દ્વારા ભરવામાં આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.
આમ આદમી પાર્ટીએ એડવોકેટ દુર્ગેશ ધનકાલી મારફત રાજ્ય ચૂંટણી કમિશનર અને રાજકોટ કલેક્ટરને કાયદેસરની નોટિસ ફટકારી છે. જેમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, જે લોકો હયાત છે અને જેમણે સ્થળાંતર નથી કર્યું, તેમના નામ કોઈ પણ સંજોગોમાં રદ ન થવા જોઈએ. ’આપ’ દ્વારા એવી પણ માંગ કરાઈ છે કે દરેક ફોર્મનું રૂબરૂ વેરિફિકેશન કરવામાં આવે અને જો કોઈએ ખોટી માહિતી આપી હોય તો તેની સામે આઈપીસી (ઈંઙઈ) મુજબ એફ.આઈ.આર. (ઋઈંછ) નોંધવામાં આવે.
પ્રેસ કોન્ફરન્સમાં અજિતભાઈ લોખિલ, દિલીપસિંહ વાઘેલા અને શિવલાલભાઈ બારસીયા સહિતના આગેવાનોએ જણાવ્યું કે, આ મામલે અગાઉ મૌખિક રજૂઆત છતાં આટલી મોટી સંખ્યામાં શંકાસ્પદ ફોર્મ સ્વીકારવા તે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. ’આપ’ના બી.એલ.એ.-1 (ઇકઅ) પ્રતિનિધિઓએ વેરિફિકેશનની પ્રક્રિયામાં સાથે રહેવાની તૈયારી દર્શાવી છે જેથી ગેરરીતિ અટકાવી શકાય.



